રાજકીય ગરમાવો:સુરેન્દ્રનગર જિલ્લામાં ટિકીટ ફાળવણીમાં ભાજપ કોંગ્રેસ પક્ષમાં અસંતોષ, મોહનભાઇ પટેલ અને સોમા ગાંડાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરમાં પણ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો થયો છે. અત્યારે કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસમાંથી તરુણ ગઢવીને ટિકિટ ફાળવવામાં આવતા તેમની સામે જેનું ટિકિટમાં નામ ચાલતું હતું તેવા મોહનભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સોમા ગાંડાએ પણ વઢવાણની સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાયો છે.

ભાજપમા નવાજૂનીના એંધાણ
​​​​​​​સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે મોટો ખળભળાટ સર્જાયો છે. ત્યારે ભાજપમાંથી જાહેર કરેલા ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાને તાત્કાલિક અસરે બદલવાની ભાજપ સરકારને ફરજ પડી છે. અને તેના બદલે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાને ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે જૈન અને બ્રાહ્મણો દ્વારા મતદાનને ફેરવી તોડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપમા નવાજૂનીના એંધાણ વર્તાવા લાગ્યા છે. અને ગુજરાતભરની સીટો ઉપર બ્રાહ્મણ જ્ઞાતિ એટી ચોટીનું જોર લગાવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસમાં પણ મોટો ભડકો થયો છે.

ટિકિટ ન મળતાં અસંતોષ
​​​​​​​કોંગ્રેસમાં મનુભાઈ મકવાણા અને મોહનભાઈ પટેલના નામો ચાલતા હતા. ત્યારે અચાનક જ ત્રીજું નામ જાહેર થતાં આ નામ ક્યાંથી આવ્યું? અને કોણે સૂચવ્યું? તે પણ એક કોંગ્રેસમાં પ્રશ્ર્ન સર્જાયો છે. ત્યારે કોંગ્રેસમાંથી તરુણ ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે મોહનલાલ પટેલ એવું જણાવે છે કે, આ આયાતી ઉમેદવાર છે. અને તેઓ પક્ષમાં રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા. પરંતુ પક્ષે કોઈ પણ પ્રકારનું નિર્ણય ન બદલવાની કામગીરી કરવામાં ન આવતા તેમણે જણાવ્યું કે, જો ભાજપ ઉમેદવાર બદલી શકતી હોય તો કોંગ્રેસ ઉમેદવાર કેમ ન બદલી શકે ? જેના માટે અસંતોષની લાગણી વ્યક્ત કરી અને આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને મોહનભાઈ પટેલે પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

સોમા ગાંડાએ અચાનક નિર્ણય બદલ્યો
​​​​​​​વઢવાણની સીટ ઉપરથી જ્યારે આ સીટ ઉપર સોમા ગાંડાએ જ્યારે ચોટીલાની સીટ ઉપર લડવાની વાત કરી હતી, ત્યારે અચાનક જ તેને પણ નિર્ણય બદલ્યો છે. અને અચાનક તેને પણ વઢવાણથી ફોર્મ ભર્યું છે. ત્યારે હાલમાં રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાવા પામ્યો છે. ત્યારે હાલમાં ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા સુરેન્દ્રનગરમાં પુરી થઈ ગઈ છે. જ્યારે અપક્ષ ઉમેદવારોનો પણ મોટી માત્રામાં રાફડો ફાટ્યો છે. ત્યારે હાલમાં ઝાલાવાડની સીટ ઉપર નવાજૂનીના નક્કી એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવે કોણ મેદાન મારી જશે તે જોવાનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...