સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલમાં પાણી ન આવતું હોવાથી મહિલાઓએ હલ્લાબોલ સાથે રણચંડી બની ડોક્ટરનો ઉધડો લીધો હતો. ચોટીલાની સરકારી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની વાત તો દૂર પણ ઉપયોગ કરવાનું પાણી પણ નથી આવી રહ્યું. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોટીલા રેફરલ હોસ્પિટલમાં પાણીના કારણે સૌથી વધુ હાલાકી પ્રસૂતિ માટે આવેલી મહિલાઓને પડી રહી છે. શૌચાલયમાં પાણી આવતુ ન હોવાથી દર્દથી પીડાતી પ્રસૂતા મહિલાઓને બહારથી પાણીની બોટલ ભરીને જવું પડી રહ્યું છે. વધુમાં શૌચાલયમાં યોગ્ય સફાઈ થઈ ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે. આથી રોસે ભરાયેલી ગરીબ મહિલા દર્દીઓ તેમજ સગાવહાલાઓએ મિડિયા સમક્ષ રોષ ઠાલવીને આક્રોશ સાથે જણાવ્યું કે, હોસ્પિટલના શૌચાલયમાં પાંચ દિવસથી પાણી નથી આવી રહ્યું. રજૂઆત છતાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા પરેશાની વેઠવી પડી રહી છે. તેમજ રોષે ભરાયેલી મહિલાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
એક બાજુ સરકાર સ્વસ્થતા અભિયાનને લઈને ગંભીર છે. ત્યારે સરકારના સ્વસ્થતાના અભિયાનના સરકારી હોસ્પિટલમાં જ લીરા ઉડ્યા હોવાથી તંત્ર ઉપર સવાલ ઉઠ્યા છે. ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલમાં પાણી ન આવતું હોવાથી મહિલાઓએ હલ્લાબોલ સાથે રણચંડી બની ડોક્ટરનો ઉધડો લીધો હતો. ચોટીલાની સરકારી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની વાત તો દૂર પણ ઉપયોગ કરવાનું પાણી પણ નથી આવી રહ્યું. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે ચોટીલા રેફરલ હોસ્પિટલના ડોક્ટર મુકેશ સાકરિયાનું કહેવું છે કે, થોડા દિવસથી પાણીના ટાંકામાંથી આવતી લાઈન બ્લોક થઈ જતા આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અને તેનું સમારકામ ચાલી રહ્યું છે. જે બાદ પાણી આવતું થઈ જશે. જો કે આટલા દિવસથી પાણીની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી ? ચૂંટણી સમયે સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા નેતાઓ આવી ગંભીર સમસ્યા પ્રત્યે કેમ ગંભીર નથી તે સણસણતો સવાલ લોકોમાં ઉઠી રહ્યોં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.