સતર્કતા:ચોટીલાનો ત્રિવેણી ડેમ 80 ટકા ભરાઈ જતા પાંચ જેટલા ગામોને સાવચેત કરવામા આવ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનો ત્રિવેણી ડેમ 80 ટકા ભરાઈ જતા પાંચ જેટલા ગામોને સાવચેત કરવામા આવ્યા - Divya Bhaskar
ચોટીલાનો ત્રિવેણી ડેમ 80 ટકા ભરાઈ જતા પાંચ જેટલા ગામોને સાવચેત કરવામા આવ્યા
  • પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા

ચોટીલા ત્રિવેણીડેમ 80 ટકા ભરાઈ જતા પાંચ જેટલા ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. જેમાં ચોટીલા પંથકમા આવેલા ત્રિવેણીડેમની સપાટી આશરે 80 ટકા જેટલી થઈ જતા તંત્ર દ્વારા પાંચ જેટલા હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી.

સમગ્ર ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.અને હવામાન વિભાગની હજુ પણ આગામી દિવસોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવા આવી છે. ત્યારે ચોટીલા પંથકમા આવેલા ત્રિવેણી ડેમની સપાટી 80 ટકા જેટલી થઈ ગઈ છે જેને લઈને જિલ્લા કલેકટર સહિત ચોટીલા ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારીએ જિલ્લા તેમજ તાલુકાની સરકારી કચેરી સહિત તલાટી, સરપંચ સહિત તમામને જાણ કરીને લોકો ચોટીલાના રામપરા, હાથીજરદીયા,શેખલીયા,મેવાસા,લોમાકોટડી સહિત પાંચ ગામના લોકોને હાલ વરસાદી માહોલ છે.

જેમાં ત્રિવેણી ડેમમા પાણી આવક આવે તો ઓવરફ્લો થઈ શકવાની શક્યતા રહેવા પામતી હોય છે. જેને લીધે નદીના પટમાં હેરાફરી ન કરવા તેમજ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...