આમ આદમી પાર્ટીમાં ભંગાણ:ધ્રાંગધ્રામાં વાઘજી પટેલને ઉમેદવાર જાહેર કરાતાં સંગઠનનો વિરોધ, 15 જેટલાં હોદ્દેદારોએ રાજીનામું આપ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર થઈ ગઈ છે. જેને લઈ તમામ પક્ષોએ ઉમેદવારોના નામની પ્રક્રિયા તેજ કરી છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસે કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, નામની જાહેરાત થતાં જ આંતરીક વિવાદ પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં માણાવદર, ડિસા અને ઝાલોદ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થતા જ કાર્યકર્તાઓએ વિરોધ કરી રાજીનામા ધર્યા હતા. ત્યારે હવે આમ આદપી પાર્ટીમાં પણ નામની જાહેરાત બાદ વિરોધ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રામાં 'આપ' દ્વારા વાઘજી પટેલને ઉમેદવાર જાહેર કરાતાં 15 જેટલાં હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું હતું.

નામ જાહેર થતા જ ધડાધડ રાજીનામાં પડ્યાં
આ વખતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકીય જંગમા ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરતાની સાથે જ અનેક જગ્યાએ વિરોધના વંટોળ શરુ થયા હતા. જેમા ધ્રાંગધ્રા વિધાનસભામાં પણ આ પ્રકારની પરિસ્થિતી ઉદભવી છે. ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા ખાતે વાઘજી પટેલને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કરતા હળવદ તથા ધ્રાંગધ્રામાં આપ સંગઠને વિરોધ વ્યક્ત કર્યો હતો અને સંગઠનમાં ધડાધડ રાજીનામાં પડ્યા હતા. તેવામાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેદવાર વાઘજી પટેલની વિરોદ્ધ કરતાં કુલ 15 જેટલાં હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હોવાની જાહેરાત કરી હતી. આ તરફ ઉમેદવાર દ્વારા સંગઠનના મુખ્ય હોદ્દેદારોને મનામણા માટે ટેલીફોનિક વાતચીત શરુ કરી હતી, પરંતુ સંગઠન દ્વારા વાઘજી પટેલની એક સાંભળી ન હતી અને પોતાના રાજીનામાં જાહેર કરી દીધા હતા.
(1) પટેલ ઘનશ્યામભાઇ લાલજીભાઇ
( વિધાનસભા ઇલેક્શન કોર્ડિનેટર )

(2) પટેલ હરેશકુમાર કે. ( વિધાનસભા સંગઠન મંત્રી )

(3) દાદરેશા સૂરજભાઇ બી. ( ઓ.બી.સી.જોઇન્ટ સેક્રેટરી )

(4) વિપુલભાઈ ડાભી ( સહ સંગઠન મંત્રી )

(5) હરપાલભાઇ દલવાડી ( સહ સંગઠન મંત્રી )

(6) છાશીયા મનજીભાઇ ( સહ સંગઠન મંત્રી )

(7) અમિતભાઇ આર.શેખ ( સહ સંગઠન મંત્રી )

(8) મહેશભાઇ સિહોર ( પૂર્વ સોશીયલ મીડિયા ઇન્ચાર્જ )

(9) ભુવા કમલેશભાઇ પી. ( સહ સંગઠન મંત્રી )

(10) હિતેશભાઇ ઇઢારીયા ( કાર્યકર )

ઝાલા રાજભા મીઠુભા ( જિલ્લા સેક્રેટરી - કિશાન સંઘ )

(11) મનસુખભાઇ વિરજીભાઇ સારલા ( સહ સંગઠન મંત્રી )

(12) મયુર જેસીંગભાઇ વિઠલાપરા ( સહ સંગઠન મંત્રી )

(13) દીલીપભાઇ સોલંકી ( સહ સંગઠન મંત્રી )

(14) સુખાભાઇ દેવરાજભાઇ ચૌહાણ ( કાર્યાલય મંત્રી ) ધ્રાંગધ્રા વિધાનસભામાં ઉમેદવાર તરીકે જાહેર થયેલા વાઘજી પટેલનો વિરોધ થતા આપના પીઢ કાર્યકર ઘનશ્યામ ભુવા સાથે વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે, "પાર્ટીએ અમોને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારો જાહેર કર્યા છે. મેં પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મને પાર્ટીએ ટીકિટ ન આપી, તેનુ મને દુ:ખ નથી, પરંતુ પક્ષ પલટુંને ઉમેદવાર તરીકે ઠોકી બેસાડવા તે કેટલા અંશે વ્યાજબી ગણાય ? અને આમ આદમી પાર્ટીને અમે છોડવાના નથી. માત્ર હોદ્દા પરથી રાજીનામું આપ્યુ છે"

અન્ય સમાચારો પણ છે...