તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં 7 જૂન સુધીમાં 1,01,463 મહિલાએ રસી લીધી, રસીનો કુલ આંક 2.80 લાખ ઉપર

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે કોરોનાના 4 કેસ, 9 દર્દી સાજા થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ લોકો વેક્સિન લેતા થાય તે માટે તંત્ર દોડતુ થયુ છે. ત્યારે સોમવારે સૌથી વધુ એક જ દિવસમાં 8122 લોકોએ રસી લીધી હતી. તા. 1 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણથી લઇને તા.7 જુન દરમિયાન જિલ્લાની 1,01,463 મહિલાઓએ પણ રસી લઇને રસીકરણમાં ઉત્સાહ બતાવી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 7 જૂને જિલ્લામાં 4 કોરોનાના કેસ તેમજ એક પણ દર્દીનું મોત ન થયાનું સરકારી ચોપડે નોંધાયું હતું. આ દિવસે 9 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી.

જિલ્લામાં સોમવારે 40થી વધુ કેન્દ્રો પર રસી અપાઈ હતી. ત્યારે આ દિવસે સવારના 9 થી સાંજના 6 કલાક દરમિયાન 8122 લોકોએ રસીનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,80,282 લોકોએ લીધી હતી. જેમાં 2,14,696 લોકોએ પ્રથમ ડોઝ, 65,586 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 1,13 ,187 પુરૂષો અને 1,01,463 મહિલાઓ રસી લીધી હતી. રસીકરણમાં 2,20,226 લોકોએ કોવિડશીલ્ડ તેમજ 60,056 લોકોએ કોવિક્સીનની રસી લીધી હતી. 18થી 44 વર્ષના 38,619 લોકો, 45થી 60 વર્ષના 96,755 તેમજ 60થી ઉપરની ઉંમર ધરાવતા 79,294એ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...