સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.આથી ગરમીના પારામાં આંશીક ઘટાડો થતા વહેલી સવાર બાદના તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો અને બપોર બાદમાં 1 ડિગ્રી વધારો થયો હતો. તાપમાનનો પારો સોમવારે લઘુતમ 21.5 અને મહત્તમ 38.5 રહ્યો હતો.જ્યારે હવાની ગતી 8 કિમી અને ભેજનું પ્રમાણ 32 ટકા નોંધાયુ હતુ.જ્યારે લોકોએ સવારથી સાંજ સુધીમાં 17 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો.જ્યારે વાદળ છાયા વાતાવરણ સાથે સુરેન્દ્રનગર, વઢવાણ, સાયલા, ચોટીલા કમોસમી વરસાદ થયો હતો.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટર્ફને અસરથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક કરા તો ક્યાંક છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે.જે સોમવારે પણ યથાવત રહેતા સવારે અને બપોરે વાતાવરણ વાદળ છાયુ અને સાફ વાતાવરણ વચ્ચે તડકો રહ્યો હતો. પરંતુ સાંજે વાદળો છવાઇ જવા સાથે સુરેન્દ્રનગર, સાયલા, ચોટીલામાં વરસાદ થયો હતો.જિલ્લામાં સોમવારે લઘુતમ તાપમાન 21.5 અને મહત્તમ 38.5 ડિગ્રી નોંધાયુ હતુ.
જ્યારે હવાની ગતી 8 કિમી અને ભેજનુ પ્રમાણ 38.5 ડિગ્રી રહ્યુ હતુ. જિલ્લા વાસીઓએ સવારથી સાંજ સુધીમાં હવામાન અને તાપમાનમા 17 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો. આગામી સપ્તાહની હવામાનની સ્થિતિમાં રવિવાર અને સોમવારે વાદળછાયુ વાતાવરણ યથાવત રહેવાની અને સપ્તાહ દરમિયાન લઘુતમ તાપમાન 21થી 23 અને મહત્તમ 36 થી 38 આસપાસ રહેવાનુ અને હવાની ગતી 10થી 14 કિમી અને ભેજનું પ્રમાણ 20 થી 25 ટકા રહેવાની આગાહી કરાઇ છે.જ્યારે હોલીકા દહન માટે તૈયાર કરેલો છાણાનો ઢગલો પલળી જતા આયોજકો ઢાંકવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.
ચોટીલામાં ભારે પવન, કરાને સાથે વરસાદી માવઠું
ચોટીલામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા કરા સાથે વરસાદ પડ્યો હતો. આથી હાઈવે પર આવેલી હોટલમાં વાવાઝોડા અને ભારે પવનના કારણે ટેબલ ખુરશી સહિત ચીજવસ્તુની ઉથલપાથલ કરી નાખી અને ચામુંડા માતાજી તળેટી વિસ્તારમાં દુકાનોના હોડિંગ્સ હવામાન ઉડ્યા હતા. જોકે વાવાઝોડામાં કોઈ જાનહાની થઇ ન હતી. ભારે વરસાદ પડતા ચોટીલા શહેર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.