માંગણી:પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલો કરનારને કડકસજા અપાવવાની માગ સાથે આર્ય રાષ્ટ્રસેનાએ આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલો કરનારને કડકસજા અપાવવાની માગ સાથે આર્ય રાષ્ટ્રસેનાએ આવેદનપત્ર પાઠવ્યું - Divya Bhaskar
પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલો કરનારને કડકસજા અપાવવાની માગ સાથે આર્ય રાષ્ટ્રસેનાએ આવેદનપત્ર પાઠવ્યું
  • હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટનાના વિશ્વભરમાં પડઘા પડ્યા છે

પાકિસ્તાનમાં હિંન્દુ મંદિરો પર હુમલો કરનારને કડક સજા અપાવવાની માંગ સાથે આર્ય રાષ્ટ્રસેનાએ આવેદન પાઠવ્યું હતુ. કારણ કે પાકિસ્તાનમાં હિંન્દુ મંદિરો પર હુમલો કરી તોડફોડ કરવાની ઘટનાના સમગ્ર વિશ્વમાં પડઘા પડ્યા છે.

પાકિસ્તાનમાં હિંન્દુ મંદિરો પર હુમલો કરી તોડફોડ કરવાની ઘટનાના સમગ્ર વિશ્વમાં પડઘા પડ્યા છે. ત્યારે ભારતમાં સમગ્ર દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરેન્દ્રનગર આર્ય રાષ્ટ્ર સેના દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. અને રજૂઆત કરતા જણાવ્યું હતુ કે હિંન્દુ મંદિર પર હુમલાની ઘટનાના કારણે હિન્દુઓની લાગણી દુભાઇ છે ત્યારે સરકાર દ્વારા હુમલો કરનાર શખ્સોને કડકમાં કડક સજા અપાવવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...