તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:દુધરેજ ધામે કલાત્મક કોતરણી કરેલા 51 ફૂટના ધર્મ સ્તંભનું ખાતમુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધર્મ સ્તંભનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
ધર્મ સ્તંભનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
  • મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યા બાદ જેઠ સુદ બીજ ને શનિવારે પ્રસંગની ઉજવણી કરાઈ
  • મુખ્ય યજમાન પરીવાર કાશીધામ કાહવા ગોગામહારાજ પરીવાર અને ભુવાજી રાજાભગત અને ભુવાજી ભગવાનભાઇનું સંતો અને સૌ સેવક સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું

વડવાળા મંદિર દુધરેજ ધામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં 51 ફુટના ધર્મ સ્તંભનું સંતોના હસ્તે પુજન કરવામાં આવ્યુ હતુ.જેનો વિસ્તારના લોકોએ દર્શન લાભ લીધો હતો. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ કોરોનાને કારણે કેસમાં વધારો નોંધાતા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે ઘણા સમય બાદ ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવતા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો તેમજ જેઠ સુદ બીજને શનીવારના દીવસે ભગવાન વડવાળાના સાનીધ્યમાં 51 ફુટની ઉચાઇ ધરાવતા કલાત્મક કોતરણી કરેલ રાજસ્થાની પથ્થર વડે ભવ્ય નુતન ધર્મસ્તંભનુ ખાતમુહૂર્ત પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દુધરેજ ધામના મહંત કનીરામદાસજીબાપુ, કોઠારી મુકુંદરામદાસજી બાપુ તથા જગજીવનદાસજીબાપુ જુનાગઢ તથા સર્વે સંતોની તથા સેવક સમાજની હાજરીમાં નુતન ધર્મધ્વજનું પુજન કરી ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ. આ ધર્મસ્તંભના મુખ્ય યજમાન પરીવાર કાશીધામ કાહવા ગોગામહારાજ પરીવાર અને ભુવાજી રાજાભગત અને ભુવાજી ભગવાનભાઇનું સંતો અને સૌ સેવક સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...