રસાયણ ફળ:ઝાલાવાડમાં આમળાનું આગમન : કોરોનાના કાળમાં તેના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીન-સી અને પૌષ્ટિક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે

આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. રસાયણ એટલે જે વૃધ્ધત્વ અટકાવે અને શકિતઆપે તેને રસાયણ કહે છે. અમૂક ફળો ફકત શકિત જ આપે છે. આમળામાં તમામ રોગો દુર કરવાની શકિત છે. તેને યોવનફળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય છે. બીજી તરફ હાલ કોરોનાની મહામારીને લઇને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આમળાનું આગમન થતા તેને ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. હાલ આમળાનો ભાવ રૂ. 40ના ભાવે 500 ગ્રામ મળી રહ્યા છે. તેમજ વઢવાણ, રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર શહેર સહિતની બજારો તેમજ લારીઓમાં આમળાના દર્શન થઇ રહ્યા છે.

ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીન-સી અને પૌષ્ટીક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે કે એને બાફો, વાટો, છુંદોએમાં રહેલું વિટામીન-સી સચવાઈ રહેતુ હોય છે. આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે.

આમળાનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાની બનાવટમાં થાય છે
આમળાનો દવા તરીકેનો ઉપયોગ આપણને વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે. આમળાનો ઉપયોગ બળતરા, કબજીયાત, ઉલટી, અમ્લપિત, વગેરે સામે ઘણો જ અસરકારક જોવા મળેલો છે. આમળાએ ત્રીફલા ચૂર્ણના ત્રણ મુખ્ય ઘટકો(આમળા, હરડે અને બહેડા) પૈકીનો એક છે. તંદુરસ્તી અને યાદશકિત વધારવા માટે વપરાતુ ચ્યવનપ્રાશ પણ આમળાની પેસ્ટમાંથી બને છે.

શિયાળામાં આમળાથી થતા ફાયદા
આંખની બીમારીઓ :
આમળાનો રસ આંખો માટે લાભકારી છે. આમળા ખાવાથી આંખની રોશની તેજ થાય છે.
ડાયાબીટીસ : આમળામાં ક્રોમિયમ તત્વ હોય છે. જે ડાયાબીટીસ માટે લાભકારી છે. રોજ આમળાનુ સેવન કરવાથી લોહીમાં ખાંડની માત્રા નિયત્રિત રહે છે. આ સાથે જ આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ખતમ કરી સારૂ કોલેસ્ટ્રોલ બનાવવામાં મદદ કર છે.
માસિક ધર્મમાં સમસ્યા : પીરિયડસ મોડા આવવા, વધુ રક્તસ્ત્રાવ થવો, માસિક ધર્મ જલ્દી જલ્દી આવવો અને પેટમાં દુ:ખાવા જેવી અનેક સમસ્યાઓ માટે આમળાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી હોય છે.
મજબૂત હાડકાંઓ : આમળાનુ સેવન કરવાથી હાડકા મજબૂત અને તેને તાકાત મળે છે.
પાચનક્રિયામાં મદદ : આમળાનુ સેવન કરવાથી ખાવાનું સહેલાઈથી પચે છે.
મેટાબોલિક ક્રિયાશીલતા : આમળા મેટાબોલિક ક્રિયાશીલતાને વધારે છે.

અન્ય સમાચારો પણ છે...