રૂબરૂ કાર્યક્રમ:રસ્તા,લાઇટ અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમ વોર્ડ નં. 9થી 13માં રહેતા લોકો સમસ્યા રજૂ કરવા ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
દિવ્ય ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમ વોર્ડ નં. 9થી 13માં રહેતા લોકો સમસ્યા રજૂ કરવા ઉપસ્થિત રહ્યા હતા.
  • લોકપ્રશ્નોને વાચા મળી : વોર્ડ 9થી 13ના રહીશોએ તંત્ર સમક્ષ સમસ્યા-પ્રશ્નો રજૂ કર્યા, સૌથી વધુ વોર્ડ નં. 11ના લોકોએ રજૂઆતો કરી
  • ઉપસ્થિત સદસ્યોએ સમસ્યા હલ કરવા સાથે પોતાના વોર્ડમાં થયેલા વિકાસના કામોની લોકોની જાણકારી આપી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડનં 9થી 13ના લોકોની સમસ્યા સાંભળવા માટેનો દિવ્ય ભાસ્કર દ્વારા રૂબરૂ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ કરીને રસ્તા, પાણી અને લાઇટની પાયાગત સુવિધાથો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો કરી હતી.

પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, બાંધકામ સમિતિના ચેરમેન બહાદુરસિંહ સોલંકી, જગદીશભાઇ પરમાર, હિતેશ્વરસિંહ મોરી, જીતેન્દ્રસિંહ ચાવડા, ભાવેશભાઇ પ્રજાપતિ, ટીનાભાઇ વેગડ, સ્મિતાબેન રાવલ, પંકજભાઇ પરમારની સાથે ચંદ્રેશભાઇ પટેલ, ગંભીરસિંહ લીંબડ, યોગેશભાઇ કણઝરીયા, ચંદુભાઇ પાટડીયા, યોગેશભાઇ ખાંદલા સહિતના ખાસ હાજર રહ્યા હતા.

જેમાં વોર્ડનં 11ના લોકોએ સૌથી વધુ ફરિયાદ કરી હતી. તે રહીશોની સમસ્યા હલ કરવા માટે સદસ્યે ખાતરી આપીને તેમના વોર્ડમાં મંજૂર કરેલા કામની વિગતો પણ આપી હતી. રસ્તા, પાણી સહિત લાઈટની સુવિધાના પણ પ્રશ્નો ઊઠ્યા હતા. ઉપરાંત પાલિકાની જમીનના દબાણો મુદ્દે પણ પ્રશ્નો થયા હતા.

વોર્ડ 09: અમુક દીવાલો પર લાઈટો છે, અમારી દીવાલો પર નથી

2 ફૂટે પીવાનું પાણી નથી આવતું, રસ્તા લેવલિંગ કરાવો
‘જમ્મુદીપ સોસાયટીમાં ધીમી ગતિએ પાણી આવે છે. રજૂઆતો છતાં 2 ફૂટે પીવાનું પાણી મળતું નથી.રસ્તાઓ લેવલિંગ ન હોવાથી શેરી-ગલીઓમાં પાણી ભરાઇ જાય છે. બહાર નીકળવું મુશ્કેલ બને છે.’ > મહેશભાઈ, સ્થાનિક

2017થી સ્ટ્રિટલાઈટનો પ્રશ્ન હલ થતો નથી
‘અમારા વિસ્તારમાં 2017થી લાઇટનો પ્રશ્ન છે. રજૂઆતો છતાં ઉકેલ આવ્યો નથી. અમુક જગ્યાએ દીવાલો પર લાઇટો છે,પરંતુ અમારી દીવાલ પર લાઇટો નથી.’ > સલીમભાઈ બારિયાણી, સ્થાનિક

ટેક્સ ભરતા તૈયાર છીએ સુવિધા આપો, રસ્તા રિપેરીંગ કરાવો
‘રતનપર બાયપાસ પર શવિધારા સહિતની સોસાયટી છે, પરંતુ રસ્તા, પાણી, લાઇટો સહિતની સુવિધા નથી. 2015થી ટેક્સ બાકી બોલે છે અને અમે તો વર્ષથી રહેવા આવ્યા છે. છતાં ટેક્સ ભરવા તૈયાર છીએ, સુવિધાઓ આપો. રોડ તોડીને માટી નખાય છે.’ > જયંતભાઈ શાસ્ત્રી, સ્થાનિક

વોર્ડ 10: વરસાદી પાણીના ભરાવાથી બહાર નીકળવું મુશ્કેલ
દર ચોમાસામાં વરસાદી પાણીનો પ્રશ્ન, ક્યારે હલ થશે

‘રતનપર તારામણી કોમ્પ્લેક્સ ખૂણા ઉપર સહિતના વિસ્તારોમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ બાબતે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવવા છતા હજુ સુધી પ્રશ્ન હલ થયો નથી. વરસાદી પાણીના ભરાવાથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલરૂપ બની જાય છે.’ > ચંદ્રેશ કંસારા, સ્થાનિક

વોર્ડ 11: પાલિકાની જમીનમાં દબાણો છે તે દૂર કરાવો ફાટક વારંવાર બંધ થતાં ટ્રાફિકની સમસ્યા છે
સદસ્યો રૂબરૂ આવીને રસ્તાની સમસ્યા હલ કરે
​​​​​​​
‘વઢવાણ ખાંડીપોળ સોમપુરાની વાડી પાસે રસ્તાઓની સમસ્યાઓ છે. વોર્ડના કેટલા સદસ્યો આવે તો કેટલાક દેખાતા પણ નથી. રૂબરૂ આવી તપાસ કરો, પ્રશ્નો હલ કરો.’ > પીયુષભાઈ સોમપુરા, સ્થાનિક

લાઈટ, રસ્તાની સુવિધા આપો ને દબાણો દૂર કરાવો
‘જોરાવરનગર બાયપાસ રોડ શિવનગર સોસાયટીમાં LRD લેમ્પની સુવિધા નથી. બાયપાસ રોડ પર પાલિકાની જમીનમાં દબાણો છે તે દૂર કરાવો તો પાણીનો નિકાલ થાય.’ > પૂંજાભાઈ મકવાણા, સ્થાનિક

ગણપતિ ફાયક પાસે અન્ડરબ્રિજ બનાવો
‘વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અહીંયા બાયપાસ હાઇ-વે રોડ સાથે ફાટક છે. પરંતુ ફાટક વારંવાર બંધ થતા ટ્રાફિકજામની મુશ્કેલીઓ પડે છે. આ સ્થળે અન્ડરબ્રિજ પણ મંજૂર થઇ ગયો છે તો તે ઝડપથી બનાવો. ’ > સુનીલ રાઠોડ, સ્થાનિક

વોર્ડ 12: 80 વર્ષ જૂનું મકાન, 17 વર્ષથી બંધ છે છતાં હાઉસ ટેક્સ
​​​​​​​
હાઉસ ટેક્સ ઓછો કરવો જોઇએ તો રાહત થાય
​​​​​​​
‘અમારું મકાન 80 વર્ષ જૂનું છે અને 17 વર્ષથી બંધ છે. છતાં હાઉસ ટેક્સ નાખવામાં આવે છે. આથી જો હાઉસ ટેક્સ ઓછો કરવામાં આવે તો લોકોને મુશ્કેલીઓ ન પડે અને રાહત થાય.’ > વિનોદભાઈ ત્રંબકલાલ મહેતા,સ્થાનિક

રસ્યા બનાવ્યા ગટર ભૂલી ગયા, પાણીનો નિકાલ ક્યાં કરવો
‘અમારા વોર્ડના અબોલપીર, મોટાપીરનો ચોક સહિતના સ્થળોએ ગટરની સુવિધાઓ નથી.ઘર વપરાશના પાણીનો નિકાલ ક્યાં કરવો તેમજ વરસાદી પાણીનો ભરાવો રહે છે.’ > ઘનશ્યામભાઈ બાવળિયા, સ્થાનિક

વોર્ડ 13: લોકો મોટરો ચાલુ કરી, નળ ચાલુ રાખી પાણી જવા દે છે
અઠવાડિયામાં 2-3 દિવસપાણી માટે ઘરે રહેવું પડે છે

‘નવાદરવાજા બહાર દશામાના મંદિરવાળી લાઇનનો વિસ્તાર છેવાડે આવેલો હોવાથી પૂરતા ફોર્સથી પાણી આવતું નથી. મજૂરીની દાડીઓ પાડીને અઠવાડિયામાં 2-3 દવસ પાણી માટે ઘરે રહેવું પડે છે. આગળ મોટરો ચાલુ કરી, નળ ચાલુ રાખી પાણી ગટરમાં જવા દે છે. અમને પીવાનું પાણી ઓછું આવે છે તે પ્રશ્ન હલ કરવો જોઇએ.’ > લલીતાબેન પરમાર, સ્થાનિક

પાલિકા અને માર્ગ મકાન વિભાગ બેઠક કરે તો પ્રશ્નો હલ થાય
‘માર્ગ મકાન વિભાગ રસ્તાઓ બનાવે છે, પાલિકા પાણી, ગટરની લાઇનના કામ માટે તોડી નાખે છે. પાલિકા, માર્ગ મકાન વિભાગ સાથે બેઠક કરી યોગ્ય નિવારણ લાવે તો વોર્ડના રસ્તાના હલ થઇ શકે.’ > જીતુભાઈ દલવાડી, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...