તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોલેજના છાત્રોને બસ મળે તેવી વ્યવસ્થા કરો : NSUI

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ પરિક્ષાઓ ચાલી રહી છે. જેમાં સુરેન્દ્રનગરની એમ.પી.શાહ સહિતની કોલેજોમાં એનએસયુઆઇની ટીમે જઇ વિદ્યાર્થીઓના પ્રશ્નો જાણ્યા હતા. જેમાં તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ આવતા વિદ્યાર્થીઓનેબસની સુવિધા ન મળતી હોવાની વાત જણાવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાના માર્ગદર્શનથી કૃષ્ણરાજસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા વગેરેએ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજરને આવેદન આપ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર શહેરની કોલેજોમાં તાલુકા કક્ષાએથી આવતા વિદ્યાર્થીઓને નિયમીત બસ મળી રહે તેવુ આયોજન કરવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...