તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અંદાજે રૂ. 1.2 કરોડના ખર્ચે મૂળચંદથી રાજપર સુધીનો 1700 મી. ડામર રોડ બન્યો

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડબલ પટ્ટીનો રોડ બનતા 10થી વધુ ગામડાંને લાભ મળશે

મૂળીચંદથી રાજપર સુધીનો અંદાજે રૂ. 1.2 કરોડના ખર્ચે ડામરયુક્ત 1700 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજપરથી બાળા તરફનો પણ ડામર રોડ બનાવવામાં આવતા ગ્રામ્યજનોમાં આનંદ ફેલાયો હતો.

વઢવાણ તાલુકાના ગામડાઓમાં હાલમાં પણ પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી લોકો હાલાની સામનો કરી રહ્યાં છે. સિંગલ પટ્ટી સાથેના બિસ્માર રસ્તાઓના કારણે વાહનો લઇને પસાર થવુ પણ મુશ્કેલીરૂપ બની જાય છે. ત્યારે મૂળચંદથી રાજપર તરફનો રૂ. 1.2 કરોડના ખર્ચે ડબલપટ્ટી તેમજ ચાર ગામડાઓને જોડતા રોડ ડામરયુક્ત બનાવવામાં આવ્યો હતો. આ રોડ અંદાજે 1700 મીટર લાંબો તેમજ 3.75 મીટરનો પહોળો હતો તેને 5.50 મીટર પહોળો બનાવવામાં આવ્યો હતો. આ બંને ગામને જોડતો અંદાજે પોણા બે કિમીનો રોડ નવો ડામરયુક્ત બનાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજપરથી બાળા તરફનો પણ ડામરયુક્ત રોડ બનતા ગ્રામ્ય પંથકના 10થી વધુ ગામડાઓના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આ રોડ માટે રાજપર, બાળા ગ્રામપંચાયત તેમજ કોન્ટ્રાકટરોએ કામગીરી કરી હતી. જ્યારે આ રસ્તા પરથી પસાર થતા કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું હતુ કે, ગામડાઓના રસ્તા પહોંળા અને ડામરયુક્ત બનતા દિવસ-રાત પસાર થતા લોકોમાં રાહત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો