તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Approximately 7 Unidentified Persons Carried Out Robbery On Limbdi Rajkot Highway With A Weapon Like Gun, Knife; 5 To 6 Vehicles Were Looted, Approximately Rs. Robbery Of Over One Lakh

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટ:અજાણ્યા શખ્સોએ છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી; 5થી 6 ગાડીઓ લૂંટાઇ,અંદાજે રૂ. એક લાખથી વધુની લૂંટ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 થી 6 વાહનોને રોકી ડ્રાઈવર અને કલીનરને માર મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ‌ ચલાવવામાં આવી
  • અંદાજે 7 જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી હોવાની ચર્ચાઓ
  • બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી

લીંબડી-રાજકોટ હાઇવે પર અંદાજે 7 જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં અંદાજે 5થી 6 ગાડીઓ લૂંટાઇ હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. એક લાખથી વધુની લૂંટની ઘટના બનવા પામી હતી. લીંબડીના છાલીયા તલાવ નજીકના આ બનાવમાં હાઈવે પર જઈ રહેલા અંદાજે 5 થી 6 વાહનોને રોકી ડ્રાઈવર અને કલીનરને માર મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ‌ ચલાવવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી - રાજકોટ હાઇવે પર રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળામાં અંધારામાં અંદાજે 7 જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી હાઇવે પરના આઇશર અને ટ્રકો સહિતની ગાડીઓને આંતરીને રીવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. રાત્રીના અંધારામાં લૂંટ ચલાવી રીવોલ્વર, તલવાર અને છરી સાથે આવેલા સાત જેટલા લૂંટારાઓ પોતાના વાહનમાં ફરાર થઇ ગયા હતા. આ અંગે લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટના અંગે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવાની સાથે ઘટના સ્થળે રૂબરૂ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે હાઇવે પર લૂંટનો ભોગ બનનારા આઇશર ચાલક રવિ પરમારે જણાવ્યું કે, અમે લોકો અમારી સફેદ કલરની આઇશર લઇને વાંકાનેરથી ચીખલી તરફ જઇ રહ્યાં હતા ત્યારે લીંબડી મેલડી માતાના મંદિર નજીક અમે અગરબત્તી કરવા ગાડી ઉભી કરી હતી ત્યાં લૂંટારાઓ ગાડી ચાલકને પકડીને લઇ ગયા બાદ મને પણ પકડીને લઇ ગયા હતા અને પછી અમને બંનેને બાંધીને લાકડીથી માર મારી રાત્રે એક વાગ્યે પકડીને ત્રણ વાગ્યે છોડ્યા હતા. મારી પાસેના રૂ. 12,000 અને ગાડીમાં રાખેલા રૂ. 20,000 મળી કુલ રૂ. 32,000ની લૂંટ ચલાવી હતી. બાદમાં અમે 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કર્યા બાદ હોસ્પિટલમાં ઇન્જેક્શન સહિતની સારવાર લીધા બાદ પોલિસની પીસીઆર વાનમાં આવી ગઇ હતી.

અન્ય ટ્રકના ક્લીનરે જણાવ્યું કે, અમે ગાડી લઇને લીંબડીથી ગોંડલ જઇ રહ્યાં હતા ત્યારે લીંબડી નંદનવન હોટલ પાસે રસ્તામાં ઉભેલી 3-4 ગાડીઓમાંથી કોઇકે અમારી ગાડી પર જોરદાર પથ્થરનો ઘા કર્યો હતો. બાદમાં અમે ગાડી ઉભી રાખતા પહેલા એ લોકોએ ગાડીના ડ્રાઇવરને પકડ્યો હતો. બાદમાં 3 જણાએ મને પકડીને માથે રીવોલ્વર તાંકી બાંધી દીધો હતો. અને મારી પાસેથી ચાંદીની લક્કી, 3 વીંટી અને સોનાની ચેન અને રૂ. 7000 રોકડાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. અંદાજે સાતથી આઠ જેટલા લૂંટારૂઓ પાસે રીવોલ્વર, તલવાર અને 2થી 3 જેટલા ચપ્પા હતા. આ લૂંટારાઓએ હાઇવે પર અંધારામાં અમારા સહિત પાંચથી છ ગાડીઓ લૂંટી અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા. આ લૂંટની ઘટના રાત્રીના એકથી ચારના ગાળામાં બની હતી.

અન્ય સમાચારો પણ છે...