વિકાસ:સુરેન્દ્રનગર પાલિકાની પાણીની સમસ્યા દૂર કરવા 24.99 કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોળીધજા ડેમથી હવામહેલ વોટર વર્ક સુધીની પાઇપલાઇન બદલાશે

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વઢવાણ શહેરની વધતી વસ્તીની પાણીની જરૂરીયાત મુજબ ધોળીધજા ડેમમાંથી જથ્થો મેળવવા પાલિકાએ રજૂઆત કરી હતી.જેને મુખ્યમંત્રીએ સ્વીકારી ધોળી ધજા ડેમમાંથી પાણીની પાઇપલાઇન માટે રૂ.24.99 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આથી ધોળીધજા ડેમથી હવા મહેલ વોટરવર્ક સુધીની 30 વર્ષ જૂની પ્રેસર પાઇપલાઇન બદલાશે.

સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકા ભેળવી સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી છે. ત્યારે વઢવાણ પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યાને લઇ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે સ્વીકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધોળીધજા ડેમમાંથી પાણીની પાઇપ લાઇન માટે 24.99 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આથી વઢવાણ નગરમાં ધોળીધજા ડેમથી હવા મહેલ વોટર વર્કસ સુધી 400 મીટર ડાયાની 8650 મીટર પાઇપ લાઇનની કામગીરી અને 30 વર્ષ જૂની હયાત પ્રેસર પાઇપ લાઇન બદલવાનું આયોજન કરાયું છે.

આમ વઢવાણ નગરની આગામી 2051ના વર્ષની વસ્તીનો અંદાજ કાઢીને ભવિષ્યની જરૂરિયાત મુજબ નગરપાલિકા દ્વારા 24 એમ.એલ.ડી પાણીનો જથ્થો ધોળીધજા ડેમમાંથી મેળવવા નગરપાલિકાએ આયોજન મુજબ રજૂઆત સ્વીકારાઇ છે.

આ અંગે સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યએ જણાવ્યું કે સરકારે આ રૂપિયા ફાળવ્યા તેનાથી વઢવાણના 1400થી વધુ લોકોને 3 કે 4 દિવસે પાણી મળે છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયથી દરરોજ પાણી મળતું થશે.

અન્ય સમાચારો પણ છે...