મંજૂરી:સુરેન્દ્રનગર જિલ્લાના 1500થી વધુ પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ અને દ્વીતીય પગાર ધોરણના 10 તાલુકામાં કેમ્પ

સુરેન્દ્રનગર જિલ્લાના હજારો શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણો મંજૂર ન થતા લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યાની રાવ ઉઠી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ દ્વારા 4 દિવસ માટે 10 તાલુકામાં પગાર ધોરણ મંજૂર કરવાના કેમ્પો યોજ્યા હતા. જેમાં 1500થી વધુ પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણોને મંજૂરીની મહોર મારવામાં આવી છે.

જિલ્લામાં 900થી વધુ પ્રાથમિક શાળામાં 5000થી વધુ શિક્ષક કામ કરી રહ્યા છે. શિક્ષકોને મળવા પાત્ર 19 વર્ષે પ્રથમ, 20 વર્ષે દ્વીતિય અને 31 વર્ષે તૃતિય પગાર ધોરણ છે. જેમાં રિવાઇઝ પગાર ધોરણોની દરખાસ્ત વર્ષથી ટલ્લે ચઢી છે. આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે લેખિત રજૂઆતો પણ કરી હતી.

આથી શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી માનસંગભાઇ રથવી વગેરેએ દરેક તાલુકામાં કેમ્પો કરવા આયોજન કર્યું હતું.જેમાં 28 સપ્ટેબરથી તા.1 ઓક્ટોબર દરમિયાન 10 તાલુકાઓમાં કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 1098 કેસો અને દ્વીતિય પગાર ધોરણના 461 કેસોની ચકાસણી કરાઈ હતી. આ દરમિયાન ચોરી બાબતે થાન તાલુકાના શિક્ષકોને પગાર ધોરણના મંજૂરી હુકમો સંઘના હોદ્દેદારોને આવી લઇ જતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.

રિવાઇઝ હુકમો અટવાતા 20 અને 31ના પગાર ધોરણોને અસર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉચ્ચતર પગાર ધોરણો મંજૂર કરવાના કેમ્પો થઇ ગયા છે. પરંતુ રિવાઇઝની દરખાસ્ત તાલુકા અને જિલ્લા મથકો પર અટવાઇ હતી. આથી એક વર્ષથી રિવાઇઝના હુકમો ન થતા બીજું 20ના પગાર ધોરણ અને ત્રીજા 31ના પગાર ધોરણ મેળવવામાં મુશ્કેલી સર્જાઇ છે. હવે ક્યારે હુકમો ક્યારે સર્વિસ બુકમાં નોંધ પડશે તેના પર શિક્ષકોની મીટ મંડાઇ છે.

મંજૂર કરવાના કેસોની સંખ્યા

તાલુકોપ્રાથમિકદ્વિતિયકુલ
સાયલા13777214
ચોટીલા12834162
ધ્રાંગધ્રા14856204
ચુડા9211103
થાનગઢ611273
લીંબડી7034104
લખતર492069
પાટડી19083273
વઢવાણ12458182
મુળી9976175
કુલ10984611559
અન્ય સમાચારો પણ છે...