તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દસાડાની જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપો, ડોક્ટર અને ઓક્સિજનની વ્યવસ્થા અમે ગ્રામજનો સ્વખર્ચે કરીશુ, કલેક્ટરને લેખીત રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
દસાડાની જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપો, ડોક્ટર અને ઓક્સિજનની વ્યવસ્થા અમે ગ્રામજનો સ્વખર્ચે કરીશુ, કલેક્ટરને લેખીત રજૂઆત કરાઇ - Divya Bhaskar
દસાડાની જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપો, ડોક્ટર અને ઓક્સિજનની વ્યવસ્થા અમે ગ્રામજનો સ્વખર્ચે કરીશુ, કલેક્ટરને લેખીત રજૂઆત કરાઇ
 • જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કલેક્ટરને ગ્રામજનો દ્વારા લેખીત રજૂઆત કરાઇ

દસાડા તાલુકાની સાથે જૈનાબાદમાં વધતાં જતા કોવિડ સંક્રમણના પગલે જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કલેક્ટરને કરાઇ લેખીત રજૂઆત કરાઇ છે. જેમાં ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે, અમને જૈનાબાદ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપો, ડોક્ટર અને ઓક્સિજનની વ્યવસ્થા અમે ગ્રામજનો સ્વખર્ચે કરીશુ. હવે જૈનાબાદ ગ્રામજનોને કલેક્ટરના જવાબની રાહ છે.

કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામ્ય પથંકમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધતા લોકોમાં ફફડાટની સાથે ભયનો માહોલ છે. હોસ્પિટલોમાં અને કોવિડ કેર સેન્ટરોમાં રેમડેસિવર ઇન્જેક્શન અને ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓમાં મોતનું મંજર જોવા મળી રહ્યું છે. ત્યારે દસાડા તાલુકાના જૈનાબાદ સહિત આજુબાજુના ગામોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે.

ત્યારે જૈનાબાદ ગામે પ્રાથમિક શાળા ( પગાર કેન્દ્ર શાળા )માં કોવિડ કેર સેન્ટર બનાવવાની મંજૂરી આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશને જૈનાબાદ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જૈનાબાદના સિંકદરભાઇ કુરેશીએ જણાવ્યું કે, જૈનાબાદમાં 30થી 35 પથારીવાળુ કોવિડ કેર સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવે જેમાં દવાઓ, પથારી, ડોક્ટર અને ઓક્સિજનની સુવિધાઓની વ્યવસ્થા અમે જૈનાબાદના ગ્રામજનો સ્વખર્ચે ઉપાડીશુ. આ અંગે જૈનાબાદ ગ્રામજનો દ્વારા દસાડા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીને રજૂઆત કરી એમના દ્વારા પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. હવે જૈનાબાદ ગ્રામજનોને સુરેન્દ્રનગર કલેક્ટરની મંજૂરીનો ઇંતજાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો