તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મુકાયું:બાગાયત વિભાગની સહાયલક્ષી યોજાનાની અરજી 15 જૂન સુધી કરવી

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને બાગાયત વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટે આઇ પોર્ટલ ખૂલ્લું મૂકાયું છે. જેનો લાભ મેળવવા બાગાયતી પાકોની ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોએ તા.15 સુધીમાં www.ikhedut.gujarat.gov.in અરજી કરવાની રહેશે. અરજી ઇધરાકેન્દ્ર તેમજ સાઈબર કાફે પરથી પણ કરી શકાશે.

આ પોર્ટલમાં બાગાયતી યોજનાઓ જેવી કે ફળપાક વાવેતર, મિનિ ટ્રેક્ટર, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, રક્ષિત ખેતીમાં નાની નર્સરી, સ્વયં સંચાલિત બાગાયતી મશિનરી, શાકભાજી વાવેતર, શાકભાજીમાં કાચા મંડપ તથા ટ્રેલિઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રિપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પેદાશની પોસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટિરિયલ્સ જેવા વિવિધ ઘટકો માટે અરજી કરી શકાશે.ઓનલાઇન અરજીની નકલ જરૂરી કાગળો સાથે નાયબ બાગાયત નિયામક કચેરી બહુમાળી ભવન પહોંચાડવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...