દિવ્યાંગ પારિતોષિક અરજી:રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે 21 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે 21 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

વર્ષ-2021ના રાજ્ય દિવ્યાંગ પારિતોષિકોની સ્પર્ધા માટે શારિરિક રીતે 40 ટકા કે તેથી વધારે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી સાધનિક દસ્તાવેજો સહિત નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

જે અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમુનો રોજગાર ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી વિનામૂલ્યે તા. 21-1-2022 સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા અને નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલા કોલમ મુજબની પુરેપુરી વિગત જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે. ભરેલ અરજીપત્રકો સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીને તા.21-01-2022 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મોકલી આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...