તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ફૂટપાથ પર બેસતા વેપારીઓનું જગ્યા મુદ્દે આવેદનપત્ર

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરથી વઢવાણ જવાના રસ્તે આર્ટસ કોલેજથી ગાંધી હોસ્પીટલ સુધીની દિવાલ પાસે અનેક નાનામોટા વેપારીઓ કેબીનો લારી ગલ્લા રાખી વેપાર ધંધો કરે છે. હાલ તંત્ર દ્વારા અહીં ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આથી વેપારીઓ કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા જ્યાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં ફૂટપાથ ઉપર 20થી 30 વર્ષથી વેપાર ધંધો કરીએ છે.હાલ કોરોનાને લઇ છેલ્લા 5 મહિનાથી ધંધા રોજગાર બંધ છે આથી ફુટપાથ પર ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને ત્યાંથી ન હટાવવામાં આવે અને જ્યાં સુધી વૈકલ્પીક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ બંધ રખાવા અને ત્યાં ધંધો કરવા દેવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...