રજૂઆત:ધોરણ 10ના નિયમિત રિપીટર વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરણ 10ના નિયમિત રિપીટર વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું - Divya Bhaskar
ધોરણ 10ના નિયમિત રિપીટર વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
  • જિલ્લા એન.એસ.યુ.આઈના પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
  • ગુજરાતમાં ત્રણ લાખ 70 હજાર જેટલા રિપીટર વિધાર્થીઓએ ફોર્મ ભર્યા

કોરોનાની કહેરના લીધે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યું છે. ત્યારે નિયમિત રીપીટર વિધાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવામાં આવવો જોઈએની માંગ સાથે શિક્ષણ મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવાની સાથે સુરેન્દ્રનગર જિલ્લા એન.એસ.યુ.આઈના પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

કોરોનાની બીજી લહેરના કારણે કોરોનાના કેસોમાં ખૂબ વધારો થયો છે. ત્યારે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા લેવી જોખમી સાબિત થાય એવું લાગતા ગુજરાત સરકારે ધોરણ 10ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યું છે. ત્યારે ગુજરાતમાં ત્રણ લાખ 70 હજાર જેટલા રિપીટર વિધાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમાંથી 70 હજાર જેટલા નિયમિત રિપીટર વિધાર્થીઓ છે અને સુરેન્દ્રનગરમાં આવા ચાર હજાર જેટલા નિયમિત રિપીટર વિધાર્થીઓ છે.

આ વિધાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવામાં આવવો જોઈએ. આવા વિધાર્થીઓ પરીક્ષા યોજાઈ હોત તો પાસ થાય એવી શકયતા વધારે હતી. આવા વિધાર્થીઓના માતા પિતા આવા વિધાર્થીઓના ભવિષ્યનું વિચારી હાલમાં મુંઝવણમાં મુકાયા છે અને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા બાબતે અવઢવમાં છે. આથી આવા વિધાર્થીઓને બીજા રેગ્યુલર વિધાર્થીઓની જેમ જ માસ પ્રમોશનનો લાભ મળવો જોઈએ. જેથી કરીને તેઓ આગળ અભ્યાસ કરી શકે. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા એન.એસ.યુ.આઈના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને પણ આ બાબતે લેખીત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...