આદેશ:મેવાસા અને શેખલીયા જમીન કૌભાંડમાં તત્કાલીન મામલતદારના આગોતરા જામીન રદ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 અધિકારી સામે એસીબીમાં ગુનો દાખલ થયો હતો
  • એરપોર્ટની જાહેરાત થતાં જમીનના ભાવ રાતોરાત ઊંચકાતાં 317-80-14 હેકટર જમીનનું કૌભાંડ આચર્યું હતું

ચોટીલા પંથકમાં એરપોર્ટની જાહેરાત થતાની સાથે વીડની બંઝર જમીનના ભાવ રાતોરાત કરોડોને આંબી ગયા હતા. આથી સરકારી અધિકારીઓ સાથે મીલી ભગત કરીને જમીનના કરોડો રૂપીયાન કૌભાંડ આચરવામાં આવ્યા હતા. ચોટીલા તાલુકાના મેવાસા ગામની સર્વે નં 136 પૈકીની તથા શેખલીયાની સર્વે નં 42 પૈકીની કુલ 317-80-14 હેકટર જમીનની બાબતમાં સરકારી પત્રનું ખોટુ અર્થઘટન કરીને તત્કાલિન મામલતદાર પી.આર.જાની અને પ્રાંત અધિકારી ડી.એચ.ત્રિવેદી તથા નિવાસી અધિક કલેકટર એમ.બી પટેલે વર્તમાન જંત્રીની કિંમત અશરે 5,40,40000 ઓછી આકી હતી. આ મામલે તપાસ થતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટયો હતો.

આથી આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.એક સાથે ત્રણ અધિકારીઓ જમીન કૌભાંડમાં આવી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં વર્તમાન સમયે નવસારી જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આર.જાનીએ આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

જેની સુનવણી થતા સરકારી વકિલ એમ.પી.સભાણીએ તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કેસની તમામ વિગતો જોતા સેશન્સ જજે કૌભાંડના આરોપી પી.આર.જાનીને આગોતરા જામીન અરજી રદ કરી દિધી હતી. એરપોર્ટની જાહેરાત થતા જમીનના ભાવ રાતોરાત ઊચકાતા 317-80-14 હેકટર જમીનનું કૈાભાંડ આચર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...