અકસ્માત:લીંબડી નેશનલ હાઈવે પર બંધ ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘૂસી ગઈ, ડ્રાઈવર ઘાયલ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર આજે અકસ્માતોની હારમાળા સર્જાય છે. ત્યારે એક ટ્રક બીજા ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાવા પામ્યો છે. જેમાં ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતની ઘટના અંગે લીંબડી પોલીસને જાણકારી આપવા આવતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા મીઠાપુર અને જનશાળી ગામના પાટીયા પાસે આજે વહેલી સવારના આગળ ઉભેલા ટ્રકની પાછળ બીજો એક ટ્રક ધડાકાભેર ઘૂસી જતા ઘૂસી ગયેલા ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી છે. અને તેને તાત્કાલિક અસરે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આગળની ફરિયાદ નોંધાવી અને આગળની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...