લૂંટારૂ ઝડપાયો:લખતર હાઇવે પર લૂંટ કરતી ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો, અન્ય ગુનામાં પાટણની જેલમાં સજા કાપી રહ્યો હતો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લખતર લાવીને આરોપીએ કરેલા ગુનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં હાઇવે પર લૂંટ કરતી ગેંગનો એક આરોપીને પકડવાનો બાકી હતો. ત્યારે આ આરોપી પાટણ જિલ્લાના ગુનામાં જેલની સજા કાપી રહ્યો હોવાની માહિતી લખતર પોલીસને મળી હતી. આથી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લખતરમાં લાવીને આરોપી દ્વારા કરાયેલા ગુનાની વધુ તપાસ હાથ ધરી હતી. લખતર પંથકમાં 2020-21ના વર્ષમાં પ્લાસ્ટિકના દાણા અને સીંગદાણાની ચાલુ વાહને લૂંટ કરવાના ગુનામાં આરોપીઓ ઝડપાયા હતા.
​​​​​​​કોર્ટની ગાઈડ લાઈન મુજબ તપાસ શરૂ કરાઈ
આ ગેંગનો એક આરોપી પાટડી તાલુકાના ગેડિયા ગામના ઇમરાન ઉર્ફે ચમચી ઉર્ફે ભમરીયો જમાલભાઈ ડફેરની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. ત્યારે લખતર પોલીસ સ્ટાફને જાણકારી મળી હતી કે, ભમરીયો હાલ અન્ય ગુના સબબ પાટણ જિલ્લાના સુજનીપુર જેલમાં સજા કાપી રહ્યો છે. આથી લખતર પોલીસના એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા કોર્ટની કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ભમરીયાનો કબજો લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટની ગાઈડ લાઈન મુજબ તપાસ શરૂ કરતાં આવા ગુના કરી ભાગતા ફરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...