પાટડી સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનોનો 23મો અને ભાઇઓનો 108મો આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ આશિર્વાદ તથા સાં.યો. શાંતાબા, હંસાબા અને રંજનબાની શુભ પ્રેરણાથી પાટડી સ્વામિનારાયણ બહેનોના મંદિરે પંચ દિનાત્મક રાત્રી કથા પારાયણ તથા ઠાકોરજીનો મહા અભિષેક તથા છપ્પનભોગ અન્નકૂટના દર્શનથી સોમવારે પૂર્ણાહુતિના દિવસે હરિભક્તોનો અનેરો ઉત્સાહ તથા અતૂટ શ્રદ્ધા સાથે વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
સોમવારના રોજ પાટડી કડવા પાટીદાર હોલ ખાતે ભવ્ય સત્સંગ સભામાં વક્તા સત્સંગ સાગર સ્વામીજીએ સંગીતની સુરાવલી સાથે દોહા અને છંદ ગાઇને કથા અમૃતનું રસપાન કરાવીને હરિભક્ત ભાઇઓ અને બહેનોને રાજી કરી દીધા હતા. તથા સંતોના આશિર્વાદ સાથે સભામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
પાટડી ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો સુધી રહી સ, ગુ,મૂનિસ્વામીએ શ્રીહરિનુ ધ્યાન કર્યું તે સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવ પર્વ મહોત્સવના ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે.
અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં મહા મહોત્સવ ઉજવવામાં આવનાર છે. આ ઉત્સવમાં પાટડીના માણેક પરિવારે યજમાનપદ સ્વીકારી સેવાનો લાભ લીધો હતો. આ ઉત્સવનું આયોજન પાટડી ટ્રસ્ટી મંડળ તથા સમસ્ત સત્સંગ સમાજ તરફથી કરવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.