બેઠક:મુળી ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરિટીવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુળી ખાતે સુ.ડી. કો.ઓપરિટીવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ - Divya Bhaskar
મુળી ખાતે સુ.ડી. કો.ઓપરિટીવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ
  • બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ હાજરી આપી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરિટીવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન હરદેવસિંહ પરમાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ હાજરી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરિટીવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ 63મી વાર્ષિક સામાન્ય સભામાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન હરદેવસિંહ પરમાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ હાજરી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની પોતીકી ગણાતી બેંકે એક વર્ષમાં 291.22 લાખનો નફો કર્યો છે. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનારી જિલ્લાની મંડળીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ,મહામંત્રી અને ડિસ્ટ્રીકટ બેન્કના થાપણદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...