તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પરની સ્ટેટ બેંકમાં અસુવિધાથી ગ્રાહકો પરેશાન

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્ટ વારંવાર બંધ થઇ જતા તેમજ પાસબુક માટે પણ 10 દિવસ સુધી ગ્રાહકોને રાહ જોવી પડશે

સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પરની એસબીઆઈ બેંકમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી છે. જેમાં પ્રિન્ટરમાં પાસબુક નાંખવામાં આવે ત્યારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત નવી પાસ બુક પણ 10 દિવસ બાદ ગ્રાહકોને લેવા આવવાનું કહેતા ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર એસબીઆઈ બેંકમાં અનેક બેંકધારકો આવે છે. પરંતુ છેલ્લા થોડા પ્રિન્ટર, પાસબુક સહિતની ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરતા હોવાની રાવ ઉઠી છે.

આ અંગે મકવાણા રમેશચંદ્ર મૂળજીભાઈ સહિતનાઓએ જણાવ્યું કે, આ બેંકમાં પ્રિન્ટર જે છે તે કામ જ આપતુ નથી. ગમે તેટલી વાર પાસબુક નાંખીએ ત્યારે મશીન જેવા તેવા જવાબો આપે છે,પાસ બુક પ્રિન્ટરમાં નાંખીએ ત્યારે બારકોડ મળતો નથી, વ્યવહારો નથી મળતા તેવા જવાબો આપીને પાસબુક મશીનની બહાર નીકળી જાય છે.

માંડ માંડ પ્રિન્ટર ચાલુ થયુ તો પાસબુક નાંખી તો પાસબુકના પાના પતી ગયા, તો બેંકમાં આ બાબતે રજૂઆત કરી તો બેંકવાળા એમ કહે છે પાસબુક નથી 10 દિવસની રાહ જોવી પડશે. ચંદ્રનગર સહિતના છેવાડના વિસ્તારોમાંથી રિક્ષાના મોંઘાદાટ ભાડા ખર્ચીને આવવુ પડે છે. પરંતુ અહીંયા ધક્કાઓ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી ગ્રાહકોને હાલાકીઓ દૂર થાય તેવી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...