તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્જેક્શન કેસ:અંકલેશ્વરની લાયકા લેબ પણ શંકાના ઘેરામાં, તપાસ થશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફૂડ વિભાગે તપાસ સંભાળતાં કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી

સુરેન્દ્રનગરમાંથી મ્યુકોર માઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનના કાળાબજારનો પર્દાફાસ થયા બાદ હવે અંકલેશ્વરની કંપની પણ સાણસામાં આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે અભયના કહેવા પ્રમાણે ઇન્જેક્શન તેણે કંપનીમાંથી ચોરી કર્યા હતા જે ડુપ્લિકેટ હોવાનું ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. આથી હવે કંપનીમાં પણ ફૂડ વિભાગની ટીમ તપાસ કરીને કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે. આરોપી અભયના કહેવા મુજબ તેણે આ ઇન્જેક્શન કંપનીમાંથી ચોરી કર્યા છે.

જેનું સેમ્પલ ડુપ્લિકેટ હોવાનું સાબિત થયા કંપનીએ અત્યાર સુધીમાં કેટલા ઇન્જેક્શન બજારમાં વેચી દીધા છે. શું તે તમામ ઇન્જેક્શન પણ ડુપ્લિકેટ હતા કે નહીં આ ઉપરાંત અત્યારે જે ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યા છે તે સાચા છે કે ખોટા આ બાબતે ફૂડ વિભાગ તપાસ કરશે. જો સાચી તપાસ થાય તો અનેક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે. આમ હવે આ કેસની હાલ પૂરતી કમાન ફૂડ વિભાગે સંભાળી લીધી છે. તો બીજી બાજુ આ કેસનો હજુ મુખ્ય સુત્રધાર શિવમ પકડાયો નથી.

શિવમને પકડવા માટે પોલીસની ટીમ દોડધામ કરી રહી છે. શિવમ પકડાયા બાદ આ કેસમાં હજુ નવો વળાંક આવવાની આશા સેવાઇ રહી છે. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી વી.જી.કગથરાએ જણાવ્યું કે ઇન્જેક્શન સાથે પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ તપાસ કરવામાં આવશે.

ગુનો સાબિત થાય તો 10થી 15 વર્ષની સજાની જોગવાઈ
ભારતીય સંવિધાનના ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના સેક્શન 5 મુજબ આ કેસ માંઆ આરોપીઓ સામે ફરિયાદ થઇ શકે. ઇન્જેક્શનમાં ચેડાકર્યા હોવાથી આઇપીસી સીઆરપીસી 307 મુજબ માનવવધ, માનવશરીર સાથે ગંભીર ચેડાં કર્યાની કાલમોનો ઉમેરો થઇ શકે છે.જ્યારે આ કેસમાં આરોપીઓ ગુનેગાર સાબિત થાય તો 10થી 15 વર્ષની સજાની જોગવાહી છે. કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો આજીવન કેદની જોગવાઈ છે. > હિરેન મહેતા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...