તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Ankleshwar Lab Employee Sells Injections To A Friend For Rs 4,500 While Friend Sells Injections For Rs 9,000 With The Help Of A Brother Living In Gandhinagar

મ્યુકોરનાં ઈન્જેક્શનની કાળાબજારી:અંકલેશ્વરની લેબનો કર્મચારી મિત્રને 4500માં જ્યારે મિત્ર ગાંધીનગર રહેતા ભાઈની મદદથી 9 હજારમાં ઈન્જેક્શન વેચતો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરનાં ઈન્જેક્શનની કાળાબજારીમાં ઘટસ્ફોટ: અંકલેશ્વરથી ગાંધીનગર થઈ ઈન્જેક્શન ઝાલાવાડ પહોંચ્યાં હતાં.
  • લેબ કર્મચારી સહિત અંકલેશ્વરના 2 તથા ગાંધીનગરના 2 મળી 4 જણાને પોલીસે મોડી સાંજે ઝડપી લીધા

સુરેન્દ્રનગરમાં મ્યુકોર માઇકોસિસના દર્દીને આપવામાં આવતા 20 નંગ ઇન્જેક્શન સાથે લીંબડીનો શખસ પકડાયો હતો. તેની કડીબદ્ધ તપાસ કરતા આ ઇન્જેક્શન અંકલેશ્વરની લેબમાંથી કાઢવામાં આવ્યા હતા અને ગાંધીનગરના શખસો મારફતે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા વધુ 4 આરોપીઓને સિટી એ ડિવિઝન પોલીસે પકડી લીધા હતા.

મ્યુકોર માઇકોસિસના દર્દીઓ વધતા તેની સારવાર માટે વાપરવામાં આવતા 20 ઇન્જેક્શન સાથે લીંબડીના દલસુખ જેરામ પરમાર શખસને એ ડિવિઝન પોલીસ ટીમે પકડી લીધો હતો. તેની સાથે સુરેન્દ્રનગરના સમીર અબ્દુલભાઇ મનસુરીનું નામ ખૂલતા તેની પણ ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગાંધીનગર અને અંકલેશ્વરના બે બે શખસના નામ ખૂલ્યા હતા. આથી સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી, ડિસ્ટાફના ધનરાજસિંહ, વિજયસિંહ, મુકેશભાઇ તથા દશરથસિંહ સહિતની પોલીસ ટીમે ગાંધીનગર અને અંકલેશ્વરમાં ધામા નાખ્યા હતા.

જેમાં ગાંધીનગર રહેતા દિગ્વિજયસિંહ અનિરૂદ્ધસિંહ વાઘેલા અને જિજ્ઞેશ બાલુભાઇ પટેલ તથા જિજ્ઞેશનો ભાઇ અને અંકલેશ્વરમાં રહેતો કેતન બાલુભાઇ પટેલ તેમજ અભય સુરેન્દ્રપાલ સિંધી નામના શખસોને પકડી લેવામાં આવ્યા છે. આ ગુનામાં પકડાયેલો અભય અંકલેશ્વરની લેબમાં નોકરી કરે છે. તે લેબમાંથી એક બે ઇન્જેક્શન કાઢીને કેતનને રૂ.4500માં આપતો હતો. આ કેતન તેના ભાઇ જિજ્ઞેશની મદદથી અન્ય લોકો પાસેથી રૂ.9 હજાર લઇને ઇન્જેક્શનના કાળાબજાર કરતો હતો. જ્યારે દિગ્વિજયસિંહ અનિરૂદ્ધસિંહ વાઘેલા જિજ્ઞેશને મદદ કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ કેસમાં હજુ પણ બીજા લોકોના નામ ખૂલવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...