રોષ:જિજ્ઞાબેનની ટિકિટ કપાતાં રોષે ભરાયેલા કોંગી અગ્રણી ભાજપમાં

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મ સમાજની રોષની આગમાં રોટલો શેકાઈ ગયો

વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર ભાજપે પહેલા જિજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યું હતું. બાદમાં તેમની પાસે આ બેઠક અન્ય કાર્યકરને આપવાનું લેખિત લઇને ભાજપ વઢવાણ વિધાનસભાની ટીકીટ જગદીશભાઇ મકવાણાને આપી હતી. જેને લઇને જૈન સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો હતો.અને તાત્કાલિક મીટિંગ બોલાવીને ભાજપને મત નહીં આપવાનું એલાન કરી દીધું હતું. જેમાં એક સમયે કોંગ્રેસના શહેર કાર્યકારી પ્રમુખ રહી ચૂકેલા સુનીલભાઇ ભટ્ટે ઇન્ટરવ્યુ આપીને ભાજપની વિરૂધ્ધ ભડાસ કાઢી હતી. પરંતુ આ જ સુનીલભાઇ ભટ્ટ પાટડી ખાતે અમીત શાહની હાજરીમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા.

આ બાબતે સુનીલભાઇ ભટ્ટે જણાવ્યું કે તે સમયે બ્રહ્મ સમાજની પુત્રવધુ અને જૈન સમાજની દીકરીની ટિકિટ કપાતા બંને સમાજમાં રોષ હતો. માટે અમે વિરોધ કર્યો હતો. પરંતુ જિજ્ઞાબેન પંડ્યાએ પોતે જ એ આ ટિકિટ બીજાને આપવાનું લખી આપ્યું છે ત્યારે વિરોધ કરવાનો મતલબ નથી. અને આથી જ હું ભાજપમાં જોડાયો છું. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની તો જાણે મોસમ ચાલી રહી હોય તેમ જણાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...