તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસિડ અટેક:હળવદમાં કોઈ નરાધમોએ અબોલ પશુઓ પર એસિડ ફેંકતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં કોઈ નરાધમોએ અબોલ પશુઓ પર એસિડ ફેંકતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ - Divya Bhaskar
હળવદમાં કોઈ નરાધમોએ અબોલ પશુઓ પર એસિડ ફેંકતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ
  • કૃત્ય કરનારા તત્વોને કડકમાં કડક સજા કરવાની લોકમાગ ઉઠી

હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વિસ્તારમાં અનેક ગૌવંશ ઉપર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે હવે હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં કોઈ નરાધમોએ છેલ્લા એક મહિનામાં 3 ગૌવંશને એસિડ એટેક થકી ગંભીર રીતે ઘાયલ કરી છે ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

બીજી તરફ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આવા અબોલ પશુઓની સેવા ન કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતાથી હુમલાઓ તો નોજ કરવા જોઈએ. અને આવી ઘટનાઓથી જ કુદરતી પ્રકોપનો સામનો અને મહામારીઓનો સામનો મનુષ્યોએ કરવો પડે છે ત્યારે આ અંગે સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...