માંગ:સુરેન્દ્રનગર વિહળપાર્કમાં અપુરતા અને દૂષિત પાણી વિતરણથી રોષ

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર વિહળપાર્કની મહિલાઓ પાણી પ્રશ્ને રજૂઆત કરવા પાલિકા કચેરીએ ધસી આવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર વિહળપાર્કની મહિલાઓ પાણી પ્રશ્ને રજૂઆત કરવા પાલિકા કચેરીએ ધસી આવી હતી.
  • પાણી અને ગટરોના ખુલ્લા ઢાંકણાના પ્રશ્નનો તાકિદે નિકાલ લાવવા માંગ

સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં આવેલા વિહળપાર્કમાં અપુરતા અને દુષીત પાણી વિતરણથી રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીમાં દોડી આવી હતી. અને ભર ઉનાળે પાણીની સમસ્યાથી રહીશો તંગ આવી ગયા હોય પાણી તેમજ આ વિસ્તારમાં આવેલી ગટરોના ખુલ્લા ઢાંકણાની સમસ્યાનો તાત્કાલીક નિકાલ લાવવા રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં અમુક વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતુ઼ હોવાની ફરીયાદો ઉઠી રહી છે.
ગટરનું ગંદુ પાણી મિશ્રીત થઇ આવતુ઼ હોય તેવું આવે છે
ત્યારે વોર્ડ નંબર 1 માં આવેલા વિહળપાર્ક તેમજ તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અપુરતુ તેમજ દૂષીત પાણી વિતરણ થતું હોવાથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓનુ઼ ટોળુ પાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. જ્યાં પાલિકા પ્રમુખને રજૂઆત કરતા જણાવ્યું કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી છે તેમાં એક તો પાણી ઓછુ આવે છે અને જે આવે છે તે પણ જાણે ગટરનું ગંદુ પાણી મિશ્રીત થઇ આવતુ઼ હોય તેવું આવે છે. તેમજ ગટરોના ખુલ્લા ઢાંકણાથી અકસ્માતનો પણ ભય રહે છે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પીવાનું પાણી પણ અમે વેચાતું લેવા મજબુર બનીએ છીએ ત્યારે પાણીની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે પાલિકા પ્રમુખ વિપિનભાઇ ટોળીયાએ જણાવ્યું કે બે દિવસમાં પાણી અને ગટરના ઢાંકળાની સમસ્યા હલ કરી દેવામાં આવશે.ગંદુ પાણી આવવાના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિક રહીશોને સતાવી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...