તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં 20-20 દિવસથી પાણી ન આવતાં મહિલાઓમાં રોષ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જર્જિરત સમ્પ બનતા તેના ઉપર મહિલાઓએ જીવના જોખમે ઉપર ચડીને પાણી ભરવુ પડે છે. - Divya Bhaskar
જર્જિરત સમ્પ બનતા તેના ઉપર મહિલાઓએ જીવના જોખમે ઉપર ચડીને પાણી ભરવુ પડે છે.
  • પાણીનો સમ્પ, ટાંકી જર્જરિત, આપ પાર્ટીએ લોકોની આપવીતી જાણી, ધરણાં- ચક્કાજામની ચીમકી

વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં 4500થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. આ ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓને લઇને આમ આદમી પાર્ટીના કમલેશભાઇ કોટેચા, વિક્રમભાઈ દવે, કનેશભાઈ સોલંકી, રમેશભાઈ એ. સોલંકી સહિતના કાર્યકરો ગામમાં દોડી ગયા હતા.

આ સમયે ગામની મહિલાઓ સહિતના લોકોએ આપવીતી જણાવી હતી. જેમાં ગામમાં ઉનાળાના સમયમાં પણ 20-20 દિવસ પાણી ન મળતું હોવાથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો. આ ઉપરાંત ગામથી દૂર સમ્પ સુધી રસ્તાઓ ઓળંગીને આવવું પડતા તેમજ પાણીનો સમ્પ અને ટાંકી પણ જર્જરિત હોવાથી લોકોના જીવનું જોખમ હોવાની બૂમરાણો ઉઠી હતી.

આપના કાર્યકરોએ જણાવ્યું કે, આ અંગે થોડા દિવસો પહેલા ગ્રામપંચાયત સહિતાને લેખિતમાં રજૂઆતો કરવા છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આગામી દિવસોમાં લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો હલ નહીં થાય તો ગામમાં ધરણા તેમજ ગામની નજીકથી પસાર થતા હાઇવેનો રસ્તો ચક્કાજામ કરવાની આપ પાર્ટીએ ચીમકી ઉચ્ચારી હતી.

ગામમાં સુવિધાઓ છે, આ તો ગામની રોનક બગાડવાની વાત છે
ગામમાં છેલ્લાં 8 દિવસથી પાણી ઓછું આવતું હતું. તપાસ કરતા ઝમર-દેદાદરાના પાટિયા વચ્ચે ગટરમાં જે લખતર તરફ મેઇન લાઇન જાય છે તે તૂટી ગઇ હતી. આથી જેસીબી સહિતના સાધનોથી કામગીરી ચાલુ છે. આ રિપેરિંગ થયા બાદ પાણી આવશે અને તે ગામમાં આવતા એક-બે દિવસ થશે. બાકી 20-20 દિવસ સુધી પાણી ન મળતું હોવાની વાત ખોટી છે. જે સમ્પ જર્જિરત છે તેના માટે પાણી પુરવઠામાં રજૂઆત કરાઇ બાકી પાણીની ટાંકી જર્જિરત નથી. જ્યારે ગેટ અને સમ્પને રાત્રિના સમયે તાળાં મારવામાં આવે છે. કારણ કે ત્યાં પશુ પડી જવાની પણ ઘટનાઓ ભૂતકાળમાં બની ગઇ છે. ગામમાં સુવિધાઓ છે જ આ તો ગામની રોનક બગાડવાની વાત છે.- > ઘનશ્યામભાઈ લકુમ, સરપંચ, કોઠારિયા ગામ

મુખ્ય ગેટ, સમ્પને તાળાં મરાતાં હોવાની રાવ
સમ્પ પર પાણી ભરવા આવેલી મહિલાઓ સહિતના લોકોએ જણાવ્યું કે, ઘણીવાર સમ્પના મુખ્ય ગેટ પર તેમજ સમ્પમાં તાળાં મારી દેતા હોવાથી મહિલાઓને આવા સમયે દરવાજા ઉપર ચડીને અંદર આવવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...