તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:હળવદની સરકારી હોસ્પિટલમાં અડધો દિવસ જ કોરોના ટેસ્ટ થતા હોય લોકોમાં રોષ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બપોર બાદ પણ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહે તેવી લોકોની માગ

હળવદમાં આવેલી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં કાગળ ઉપર બધું ઠીકઠાક ચાલે છે. પરંતુ કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે બપોર બાદ કોરોનાના રિપોર્ટ કરવામાં આવતા ન હોય લોકોને ધરમધક્કાં થતા હોય આ લાલીયાવાડી બંધ કરાવવા જ્યંતીભાઈ અને પરસોતમભાઇ મેદાને આવે તેવું હળવદના લોકો ઈચ્છી રહ્યા છે.

હળવદની સરકારી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગી જાય છે. જોકે, અહીંના તંત્ર દ્વારા સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી જ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીજી એક વાત પણ સામે આવી છે કે 12 વાગ્યા થી 5 વાગ્યા સુધી વેક્સીન આપવાનું પણ કામ ચાલતું હોય, જેને કારણે બપોરના 12 વાગ્યા સુધી જ રિપોર્ટ કરવામાં આવે છે.

હળવદની સરકારી હોસ્પિટલમા મનસ્વી રીતે ટેસ્ટિંગની કામગીરી થતી હોય શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો