તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Anger Among The People Due To Pressure On The Way To The Crematorium In Surel Village Of Patdi, Despite Many Representations, No Action Was Taken Against The Collector.

દબાણ:પાટડીના સુરેલ ગામે સ્મશાને જવાના રસ્તે દબાણથી લોકોમાં રોષ, અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં કલેક્ટરને રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના સુરેલ ગામે સ્મશાને જવાના રસ્તે દબાણથી લોકોમાં રોષ, અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં કલેક્ટરને રજૂઆત કરાઇ - Divya Bhaskar
પાટડીના સુરેલ ગામે સ્મશાને જવાના રસ્તે દબાણથી લોકોમાં રોષ, અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં કલેક્ટરને રજૂઆત કરાઇ
  • સુરેલા, વાસાણી, બદોસણા અને કોળી વગેરે લોકોના સ્મશાને જવા માટેનો એક માત્ર રસ્તો

પાટડી તાલુકાના સુરેલ ગામે સુરેલા, વાસાણી, બદોસણા અને કોળી સમાજના લોકોને સ્મશાને બાવળીયાના અડીંગા સાથે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરાતા હાલમાં નનામી લઇ જવાય એવી સ્થિતી પણ નથી. આ અંગે અનેક રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં છેક જિલ્લા લેવલે કલેક્ટરને પણ રજૂઆત કરાઇ છે.

પાટડી તાલુકાના સુરેલ ગામે આશરે ત્રણ હજારની છે. સુરેલ ગામના સુરેલા, વાસાણી, બદોસણા અને કોળી વગેરે લોકોના સ્મશાને જવા માટેનો એક માત્ર રસ્તો છે. આ રસ્તે ગામમાં કોઇ મૃત્યુ થાય તો ત્યાંથી નનામી પણ લઇ જવાય એવો રસ્તો નથી. આ રસ્તા પર ચારે બાજુ બાવળનો અડીંગો હોવાથી નીકળી શકાય એમ નથી. વધુમાં આ રસ્તા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં અનેકો વખત લેખીત રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

વધુમાં આ રસ્તા પરની ખરાબાની જમીનમાં અસમાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણો કરેલા છે. જે અંગે એમને અનેકો વખત દબાણ દૂર કરવાનું કહેવા છતાં દબાણ દૂર કરતા નથી અને ધમકીઓ પણ આપે છે. આ અંગે સુરેલ ગામના દિનેશભાઇ સુરેલા સહિતના ગ્રામજનોએ આ બાબતે તાકીદે કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની સાથે છેક જીલ્લા લેવલે કલેક્ટરને લેખીત રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...