રોષ:રજા મંજૂર ન ગણી કપાત રજા કરવાના હુકમથી વનકર્મીઓમાં રોષ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CMને લેખિત રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વનપાલ અને વનરક્ષકો હાલ અનિશ્ચિત રજા પર ઊતર્યા છે

રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત છતા પ્રશ્નોનો નિકાલ નથતા હાલ તમામ વનરક્ષકો-વનપાલ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે મુખ્ય અગ્ર વનસરંરક્ષકે તમામની રજા મંજુર નહીં ગણી કપાત રજા કરવાના હુકમથી વનકર્મીઓમાં રોષ ફેલાયો છે.ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળે વનરક્ષકોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વનપાલના વર્ગ-3ને 2800 ગ્રેડ પે, રજા પગાર, વનરક્ષકની ભરતી અને બઢતી રેસ્યો 1:3 કરી આપવા રજૂઆત કરી હતી.

જેને 2 વર્ષ બાદ પણ કાર્યાવાહી ન થતા 6-9-2022થી રાજ્યભરના વનરક્ષકો અને વનપાલ અચોક્કસ મુદતની રજા પર ઉતરી જતા જંગલો, વિડવિસ્તારો રક્ષીત પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાયુ છે. જિલ્લામાં ઘુડખર અભ્યારણ્યમાં પણ વનપાલ અને વનરક્ષકો રજા પર ઉતરી જતા શિકારીઓ માટે રેઢુ પડ બન્યું છે. હાલ વન વિભાગ દ્વારા પોલીસ વિભાગને મદદ માટે લેટર કરાયો છે.

આ અંગે રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણે જણાવ્યુ કે જિલ્લાના 200થી વધુ કર્મીઓ સહિત રાજ્યના કર્મીઓ હાલ અનિશ્ચિત કાળની રજા પર છે. હાલ ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકે ગુજરાતના દરેક સ્ટાફ કે જે રજા ઉપર ગયા છે. તેમની રજા મંજૂર નહીં કરતા કપાત રજા અથવા બિન પગારી કરવાનો હુકમ કર્યો છે. અમારી તમામ માંગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાત્મક કાર્યક્રમ કરાશે.

અન્ય સમાચારો પણ છે...