શંકાસ્પદ મોત:ચોટીલાની આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી, કારણ જાણવા તપાસ શરૂ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હતી

ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...