હત્યા કે આત્મહત્યા?:સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના પમ્પિંગ સ્ટેશનમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પમ્પિંગ સ્ટેશન એક પુરૂષની લાશ હોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી ફાયરબ્રિગેડની ટીમે તાકીદે સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.જ્યારે મૃતકના હાથ પર સુરેશ જૈન લખેલું હોવાથી તેમના પરીવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવારનવાર લોકોની લાશ મળી આવવાના બનવો બનતા હોય છે. ત્યારે શહેરના ધોળીધજા પમ્પિંગ સ્ટેશને મોડી રાત્રે એક અજાણ્યા પુરૂષની લાશ તરતી જોવા મળી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, વિશ્વજીતભાઇ, જયભાઇ રાવલ, મુકશેભાઇ સાકરીયા, જી.કે. મકવાણા સહિત ટીમ સ્થળ પર પહોંચી હતી.

પમ્પિંગ સ્ટેશનના ગેટમા ઉતરી શોધખોળ હાથ ધરી હતી. જેમા એક પુરૂષની લાશ મળી હતી. જેણે ખાખી પેન્ટ અને ચેક્સવાળો શર્ટ પહેરેલો હતો. આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં મૃતકની લાશ કબ્જો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મૃતકના હાથ પર હિન્દીમાં સુરેશ જૈન લખેલુ જણાતા એના આધારે પોલીસે એના પરીવારજનોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...