સોનાના દોરાની ચીલઝડપ:સુરેન્દ્રનગરમાં ઉપાશ્રયથી ઘરે જતાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાની ચેન ઝૂંટવી અજાણ્યો શખ્સ ફરાર

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ઉપાશ્રયથી ઘરે જતાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાની ચેન ઝૂંટવી અજાણ્યો શખ્સ ફરાર - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ઉપાશ્રયથી ઘરે જતાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાની ચેન ઝૂંટવી અજાણ્યો શખ્સ ફરાર
  • શખ્સે મકાનનું સરનામું પૂછી વૃદ્ધાના ગળામાંથી રૂ. 30 હજારની કિંમતનો દોરો ઝૂંટવ્યો
  • સુરેન્દ્રનગરમાં ઉપાશ્રયથી ઘરે જતાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાની ચેન ઝૂંટવી અજાણ્યો શખ્સ ફરાર

સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટીમાં રહેતાં વૃદ્ધા બપોરના સમયે જૈન ઉપાશ્રાયથી ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં બાઈક લઈને ઉભેલા શખ્સે હિતેશભાઈનું મકાન કયાં આવ્યું? તેમ પૂછી વૃદ્ધાના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતના દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી. આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ફરીયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર શહેરની વિમલનાથ સોસાયટીમાં રહેતા 62 વર્ષિય ભગવતીબેન રતીલાલ માલવણીયા બપોરના સમયે નજીકમાં આવેલા જૈન ઉપાશ્રય સાધુ-સાધ્વીના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી ચાલીને તેઓ ઘરે જતા હતા, ત્યારે શંખેશ્વર સોસાયટીની ચોકડી પાસે બાઈક લઈને ઉભેલા એક યુવાને ભગવતીબેનને હિતેશભાઈનું ઘર કયાં આવ્યું? તેમ પૂછ્યું હતું. જો કે તે વૃદ્ધા જવાબ આપે તે પહેલા જ બાઈક ચાલક તેમના ગળામાં પહેરેલી રૂપિયા 30 હજારની કિંમતની દોઢ તોલાની સોનાની ચેન લઈ રફૂચક્કર થઇ ગયો હતો.

આ દરમિયાન ચેનની ચીલઝડપ થતાં તેમને ગળામાં ઈજા થતાં વૃદ્ધા નીચે પટકાયા હતા. જેના બાદ ત્યાંથી પસાર થતાં લોકોએ આવીને તેમને ઉભાં કર્યાં હતાં. આ મામલે ભગવતીબેને સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે રૂપિયા 30 હજારની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી છે. આથી પોલિસે ચેઇન ચોરને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...