લાશ મળી:સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને પોલીસને જાણ કરી

સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...