આયોજન:સુરેન્દ્રનગરના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અનએકેડમી સાથે MoU કરાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MoU અંગે કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જરુરી માહિતી આપવામાં આવી
  • મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના માર્ગદર્શન હેઠળ અનએકેડમી સાથે એમઓયુ કરવામાં આવશે

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટર કે.સી સંપટના અધ્યક્ષસ્થાને અનએકેડમી સાથે એમઓયુ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતુ કે, હાલના સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે અનએકેડમી સહાયરૂપ બની રહેશે.

મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના માર્ગદર્શન હેઠળ અનએકેડમી સાથે એમઓયુ કરવામાં આવશે
અનએકેડમી દ્વારા નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે. મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના માર્ગદર્શન હેઠળ અનએકેડમી સાથે એમઓયુ કરવામાં આવશે. અનએકેડમીના ડાયરેક્ટર શિવ શુક્લા દ્વારા એમઓયુ વિશે વધુ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અનએકેડમીએ ભારતનું મોટું પ્લેટફોર્મ છે. દર વર્ષે 4000 વિદ્યાર્થીઓને યુપીએસસી, સ્ટાફ સિલેક્શન, અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિફેન્સ, કલાર્ક વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મદદરૂપ બની રહ્યું છે.

આ એમઓયુ ત્રણ વર્ષ માટે કરાશે
આ એકેડમી દ્વારા શિક્ષોદય યોજના અંતર્ગત એક વર્ષમાં તાલુકાઓના 2000 વિદ્યાર્થીઓને તથા અનએકેડમી સબસ્ક્રીપ્શન દ્વારા મફત શિષ્યવૃત્તિથી 2000 છોકરા તથા છોકરીઓને ઓફલાઈન તથા ઓનલાઇન બંને રીતે માર્ગદર્શન આપવામાં આવશે. આ એમઓયુ ત્રણ વર્ષ માટે કરાશે. ત્રણ વર્ષ દરમિયાન 12,000 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનએકેડમી અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આ ઉપરાંત અનએકેડમી પ્રોગ્રામ દ્વારા 20 કારકિર્દી માર્ગદર્શક સત્રોની શ્રેણીનું પણ આયોજન કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં આલા અધિકારીઓ હાજર રહ્યાં
​​​​​​​
ભૂતકાળમાં અનએકેડમીએ કર્ણાટક, ત્રિપુરા, ઓડિશા, ઉતર પ્રદેશ તથા સરકાર અને એઆઇસીટીઇ, એનએસડીસી, સીબીએસઇ વગેરે કેન્દ્રીય સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું હતું. અનએકેડમીના માર્ગદર્શન, ઓફલાઈન, ઓનલાઇન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વિસ્તારના વધુમાં વધુ વિધાર્થીઓ જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી. વિશેષ આવતીકાલે તરણેતર મેળામાં મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં અનએકેડમી સાથે કરાર કરાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં અધિક નિવાસી કલેક્ટર દર્શના ભગલાણી, જિલ્લા ​​​​​​​શિક્ષણાધિકારી બારોટ, નાયબ માહિતી નિયામક તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...