તંત્ર નિદ્રાંધિન:તપાસનો આદેશ પણ તંત્ર રસી ફેંકાઈ એ ઉકરડો શોધી શક્યું નથી

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં આરોગ્ય વિભાગની પાસેથી વેક્સિન ભરેલા ડોઝ ઉકરડામાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. - Divya Bhaskar
જિલ્લામાં આરોગ્ય વિભાગની પાસેથી વેક્સિન ભરેલા ડોઝ ઉકરડામાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
  • કોરોનાની રસીની વાયલ સહિતનો મેડિકલ વેસ્ટ પડ્યો હોવાનો વીડિયો શનિવારે વહેતો થયો હતો

આરોગ્ય કચેરી પાસેના ઉકરડામાં કોરોનાની રસીની વાયલ સહિતનો મેડિકલ વેસ્ટ મળી આવવા મુદ્દે રાજ્ય સરકારે તપાસનો આદેશ કર્યો છે પરંતુ આ ઘટનાને 3 દિવસ થવા છતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર એ ઉકરડો શોધી શક્યું નથી. આ સ્થિતિમાં તંત્ર કેવી અને કેટલી તપાસ કરશે એ પ્રશ્ન આરોગ્ય વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, અમને એક વીડિયો મળ્યો હતો, જેમાં સ્ટોરની બાજુમાં કચરા વાળેલા હતા તે જગ્યા પર વેક્સિનની વાયલ પડેલી હતી.

આ વીડિયો અન્વયે દરેકે દરેક વેક્સિનેશન સ્ટોર કે જ્યાં વેક્સિન રાખવામાં આવે છે તેવા સ્ટોર પર ખાતરી કરાઈ રહી છે કે કોઇ વાયલ પડેલા છે કેમ, કેવા સંજોગોમાં આવું બન્યું છે. જિલ્લાના દરેકે વેક્સિન સ્ટોર પર આવો બનાવ ન બને ભૂલથી પણ કોઈ વેક્સિન વાયલ વેસ્ટેજમાં ન જાય તેની તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.

તપાસ ચાલુ છે કે આ વેક્સિન વાયલ કેવા સંજોગોમાં કચરા સુધી કેવી રીતે પહોંચ્યા છે, વેક્સિન વાયલ જીવીત હાલતમાં હતા તે વાપરવા લાયક હતા તો જે જવાબદાર કર્મચારી છે તેની પાસેથી પૈસા વસૂલ કેમ ન કરવી એવી અમારી તપાસ ચાલુ છે. કોઇ પ્રૂફ મળે તો તે પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. આ વેક્સિનના કયા સંજોગોમાં વેસ્ટેઝ થયો છે અને જે જવાબદાર છે તેની સામે એની વસૂલાત કરવાની સરકાર તરફથી સૂચના મળી છે.

અન્ય સમાચારો પણ છે...