સુરેન્દ્રનગરથી બાઇક લઇને ચૂડા જઇ રહેલા યુવાનના બાઇક સાથે બોલેરો અથડાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા અંગે જોરાવરાવરન પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે.ચુડામાં રહેતા અકરમભાઇ અબ્બાસભાઇ જરગેલાએ ફરિયાદ નોંધાવીને એવી વિગતો જણાવી હતી કે અંદાજે એકાદ મહિના પહેલા તેમણે ઇમરાન દિલાવર જરગેલાના ખેતરમાં પડેલા મરચા સળગાવી દિધા હતા આ બાબતે તેમની સાથે સમાધાન પણ થઇ ગયુ હતુ અને તેના બદલામાં રૂ.90 હજાર આપ્યા હતા. આ બાબતે બંને વચ્ચે વેર બંધાયુ હતુ.
દરમિયાન અકરમભાઇ પોતાની પત્ની સાથે બાઇક લઇને સુરેન્દ્રનગથી ચૂડા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ફૈઝન ફિરોઝભાઇ ઠાસરીયા, ફિરોજ મહેમુદભાઇ ઠાસરીયા, ઇમરાન દિલાવર જરગેલા અને અસ્લમ ઉર્ફે ભોપો મહેમુદભાઇ ઠાસરીયા બોલેરો લઇને આવ્યા હતા અને અકરમભાઇના બાઇક સાથે અથડાવી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પડી જવાને કારણે તેમને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. આબનાવ અંગે ચુડાના જ ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.