તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સુરેન્દ્રનગરની મહિલાનો લેખ અમેરિકાના મેગેઝિનમાં પ્રસિદ્ધ, 20 હજાર ગુજરાતી પરિવારોના ઘરે પહોંચશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટાંગલીયા આર્ટ, પટોળાની માહિતી અપાઇ

સુરેન્દ્રનગરના માધવીબેન હેમલભાઇ શાહ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકયા છે. અને રોટરી કલબ વઢવાણ સાથે પણ તેઓ સંકળાયેલા છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના ગુજરાતી માસીક દેશ-પરદેશના દીપોત્સવી અંકમાં તેમનો લેખ પ્રસીધ્ધ થયો છે. જેમાં તેઓએ ટાંગલીયા આર્ટ અને પટોળા વિશે માહિતી આપી છે. 900 વર્ષથી વધુ પ્રાચીન ટાંગલીયા આર્ટની કલા હાલ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ જીવીત છે. વણકર સમાજના કારીગરો આ કલાને ટકાવવા અને લોકો સુધી પહોંચાડવા મહેનત કરી રહ્યા છે. જયારે 11 મી સદીથી અસ્તીત્વમાં આવેલા પટોળા પણ હાલ સાયલા તાલુકાના સોમાસર ગામના 150થી વધુ ઘરોમાં બનતા હોવાનું જણાવાયુ છે. દેશ પરદેશ મેગેઝીન ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના 20 હજારથી વધુ ગુજરાતી પરિવારોના ઘરમાં પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો