• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • An Application Was Filed By The Scheduled Caste Interest Protection Committee Which Did Not Take Police Action Despite Lodging A Complaint In Patdi's Sawda.

રજૂઆત:પાટડીના સાવડામાં ફરીયાદ કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરાતા અનુસૂચિત જાતી હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના સાવડામાં ફરીયાદ કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરાતા અનુસૂચિત જાતી હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું - Divya Bhaskar
પાટડીના સાવડામાં ફરીયાદ કરવા છતાં પોલીસ કાર્યવાહી ન કરાતા અનુસૂચિત જાતી હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
  • પાટડી પ્રાંત અધિકારીને અને પોલીસ વિભાગને વિરોધ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું

અનુસૂચિત જાતી હિત રક્ષક સમિતિ દસાડા, માંડલ, દેત્રોજ અને વિરમગામ તાલુકા દ્વારા દલીત સમાજના ખેતરમાં નુકશાન બાબતે ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને અને પોલીસ વિભાગને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

પાટડી તાલુકાના સાવડા ગામે અનુસૂચિત જાતિના ખેડૂત ડાયાભાઈ કુબેરભાઈના ખેતરના બોરની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન ખોદી નાખીને નુકશાન કરી આરોપીઓ દ્વારા ધાક ધમકી આપીને જાતિ અપમાનિત કરવાના બનાવમાં તારીખ 5/8/2021ના રોજ પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બનાવમાં તપાસ અધિકારી ડીવાયએસપી એસ.સી.,એસ.ટી સેલ સુરેન્દ્રનગર દ્વારા આજદિન સુધી આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇ અનુસૂચિત જાતિ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈને અનુસૂચિત જાતિ હક્ક રક્ષક સમિતિ (પાટડી, માંડલ, વિરમગામ, દેત્રોજ ) દ્વારા અનુ.જાતિના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એકત્રીત થઈને નાયબ કલેકટર પાટડીને તેમજ પાટડી પી.એસ.આઇ. સહિત ડી.જી.પી ગાંધીનગર, જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સાવડા ગામેં અનુસૂચિત જાતિના ખેડૂતના ખેતરમાં અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન ખોદી નાખીને ભારે નુકસાન કરનાર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હોવાના 75 દિવસ થવા છતાં તપાસ અધિકારી દ્વારા આરોપીની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી ન હોય તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય તેમજ ફરીયાદીને પોલીસ રક્ષણ મળે તેવી માંગણી સમિતિના અગ્રણીઓ કિરીટ રાઠોડ, અરજણભાઈ સોલંકી એલ.એસ. પરમાર, ખોડાભાઈ રાઠોડ, અલ્પાબેન રાઠોડ બી.કે.પરમાર, અમૃત મકવાણા સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...