તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીલ પાવર સામે ઝાલાવાડી આક્રોશ:નારાજ જૂથે નાગરિક મોરચો માંડ્યો, ભાજપ પ્રમુખના નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલાં જંગ શરૂ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર-વઢવાણા સંયુક્ત પાલિકાની તસવીર. - Divya Bhaskar
સુરેન્દ્રનગર-વઢવાણા સંયુક્ત પાલિકાની તસવીર.
 • નારાજ જૂથે ખાનગીમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો
 • કેટલાક નારાજ આગેવાનો કૉંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાનું વિલીનીકરણ થઈ જતાં વોર્ડ અને બેઠકો ઘટી જતાં પહેલેથી જ ટિકિટવાંચ્છુઓમાં દોડધામ થઈ રહી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સોમવારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા આગેવાનો-કાર્યકરોને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કરતાં ટિકિટ મળવાની આશા રાખીને બેઠેલા દાવેદારોના પગ તળેથી જમીન સરકી ગઈ હોય, તેવો ઘાટ ઘડાયો છે.

આ નિર્ણયથી સુરેન્દ્રનગર ભાજપમાં સ્વાભાવિકપણે ભડકો થયો છે અને ભાજપના નારાજ આગેવાનો-કાર્યકરોએ નાગરિક મોરચો રચીને ભાજપ સામે જ લડતનાં મંડાણ કર્યાં છે. એટલું જ નહીં, કેટલાકે કૉંગ્રેસ પક્ષનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જો આ નાગરિક મોરચો સક્રિય થશે અને ચૂંટણીમાં ઝંપલાવશે તો ભાજપ, કૉંગ્રેસ અને નાગરિક મોરચાનો ત્રિપાંખિયો જંગ જામશે અને આ જંગમાં ભાજપ તથા કૉંગ્રેસ, બંને પક્ષને નુકસાન થ‌વાની ભીતિ રાજકીય વર્તુળોમાં સેવાઈ રહી છે.

પક્ષપ્રમુખે ટિકિટ નહીં આપવા માટે નક્કી કરેલી મર્યાદામાં આવતા ભાજપના આગેવાનો, કાર્યકરો શિસ્તભંગનાં પગલાંની બીકે મોઢા પર રોષ લાવવાને બદલે મનમાં ધરબીને બેઠા છે પરંતુ પક્ષના અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નારાજ જૂથના સભ્યોએ ખાનગી બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. બીજી તરફ આ નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ઘટતું કરવાની દબાતી જીભે મોવડીમંડળને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે અને મોવડીઓ આ મુદ્દે કોઈ છૂટછાટ આપે છે કે નહીં, તેની રાહ જોવાઈ રહી છે. બે દિવસ સુધીમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો બમણા વેગથી નાગરિક મોરચો ચૂટણીની રણનીતિ ઘડી કાઢશે, તેવી માહિતી અંતરંગ સૂત્રો પાસેથી મળી છે.

સભ્યોમાં થઈ રહેલો ગણગણાટ

 • ટિકિટ કાપવા જાહેરાત કરી છે.
 • 60 વર્ષ પક્ષની સેવા કરી, હવે કાઢી મૂકે તે ચાલે?
 • મંત્રીઓ તો 60 વર્ષના છે, તેમનું શું?
 • 3 ટર્મ લડ્યા હોય, એક વાર હારી ગયા હોય તેનું શું?
 • યુવાનોની સાથે અનુભવીને પણ રાખવા જોઈએ

3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારો

 • બચુભાઈ વેગડ
 • યુવરાજસિંહ મોરી
 • રાયસંગ ડોડિયા
 • નલિની શુક્લ
 • હરિલાલ સોલંકી
 • ભાસ્કરભાઈ દવે (સંયુક્ત પાલિકા થતાં અઢી ટર્મ)
 • જિજ્ઞાબહેન પંડ્યા (સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા થતાં અઢી ટર્મ)

60 વર્ષના આ નેતાઓએ ટિકિટ માગી છે

 • નીલેષભાઈ શેઠ
 • દિલીપભાઈ ભટ્ટ
 • બચુભાઈ વેગડ
 • નલિનીબહેન શુક્લ

ભાજપના વડીલો ઉપર અમને પૂરો વિશ્વાસ છે
ભાજપ પક્ષમાં 60 વર્ષની ઉંમરના અમારા જે સભ્યો છે, તેમના ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આવું નહીં કરે અને પાર્ટીથી દૂર ક્યારેય નહીં જાય. નાગરિક મોરચાની વાત લોકોમાંથી આવે છે. બીજું કે ચૂંટણી પછી પણ વડીલોને સંગઠનમાં સ્થાન આપી શકાશે.’> જગદીશ મકવાણા, પ્રમુખ, જિલ્લા ભાજપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો