તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકઅદાલત:લોકઅદાલતોમાં 10.55 કરોડની રકમનું સેટલમેન્ટ કરાયું

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં શનિવારના રોજ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં શનિવારના રોજ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જિલ્લા, તાલુકા મથકોએ યોજાયેલી
  • લોકઅદાલતને લગતા 759, સ્પેશિયલ સિટિંગના 3122, ફેમિલી કોર્ટના 11 કેસનો નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારે લોકઅદાલતોનું આયોજન કરાયું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં 10,55,43,240 રકમની રિકવરી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકે તા.10-7-21 રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં પ્રીલીટીગેશન એટલે કે, હજુ દાખલ ન થયા હોય તેવા 2191 કેસ રજૂ કરાયા હતા. ફોજદારી સમાધાન લાયક કેસો, મોટર અકસ્માત ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીનસંપાદન, ઇલેક્ટ્રિસીટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક 759 કેસ હાથ પર લેવાયા હતા.જેમાં 3122 સ્પેશિયલ સિટિંગના કેસો હાથ પર લેવાયા હતા.

જ્યારે ફેમિલી કોર્ટને લગતા 11 કેસનો નિકાલ કરાયો હતો. જિલ્લાભરમાંથી 1,55,43,240ની રકમની રિકવરી કરાઈ હતી. આ આયોજન સફળ બનાવવા મુખ્ય ન્યાયાધીશ એસ.વી.પીન્ટો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રયાસ કર્યા હતા.

લખતર લોકઅદાલતનું આયોજન કરાયું
લખતરમાં શનિવારે તાલુકા કાનૂની સેવા સમિતિ ચેરમેન સુનીલ ચૌધરી અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં પીજીવીસીએલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તથા ફોજદારી સમાધાન લાયક કેસો વગેરે જેવા કેસો હતા. જેમાં PGVCL 190 કેસ બોલાવેલ તેમાંથી 27 કેસ ફેસલ થયા હતા. સ્ટેટ બેંક ઈન્ડિયા દ્વારા 88 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 1 કેસ ફેસલ થયો હતો.જ્યારે લખતર કોર્ટે 67 કેસ મુક્યા હતા. જેમાંથી 45 સ્પેશિયલનો નિકાલ કરી 1,25,000નો દંડ વસૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...