એમ્બ્યુલન્સનું લોકાર્પણ:ખારાઘોડાના અગરિયા વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ એમ્બ્યુલન્સ સેવાથી મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે : ધારાસભ્ય

દસાડા વિધાનસભા મતવિસ્તારના સૌથી મોટા ગામ ખારાઘોડા ખાતે રાજસ્થાનનાં પૂર્વ મંત્રી અને સતત ચાર ટર્મથી ધારાસભ્ય અશોક બૈરવાજીની ઉપસ્થિતિમાં દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી આપેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતુ. જેનાથી આ વિસ્તારના સૌથી વંચિત અગરિયા પરિવારોને આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળશે.

દસાડા તાલુકો રોગચાળા માટે હાઇરિસ્ક ઝોનમાં છે
આરોગ્ય વિભાગ દ્વારા પાટડી તાલુકાને તાવ, મેલેરિયા અને ઝાડાઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. એમાય પાટડી તાલુકાના સૌથી મોટા એવા ખારાઘોડા ગામમાં મુખ્યત્વે રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો જ વસવાટ કરે છે. રોજ કમાઇને રોજ ખાતા આ ગરીબ અને પછાત પરિવારોમાં આરોગ્ય લક્ષી પ્રશ્નોમાં ક્યારેક સમયસર સારવાર ન મળવાના કારણે તેઓ અકાળે મોતને ભેટે છે.

અગરિયા વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક લાભ મળશે
આ વિસ્તારના લોકોની વ્યાપક રજૂઆત અને ખારાઘોડા સરપંચ દશરથભાઇની માંગણીને ધ્યાનમાં રાખીને દસાડા લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસાડા તાલુકાના સૌથી મોટા ખારાઘોડા ગામને એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનનાં પૂર્વ મંત્રી અને સતત ચાર ટર્મથી ધારાસભ્ય અશોક બૈરવાજીની ઉપસ્થિતિમાં દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી આપેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે હિંગોરભાઇ રબારી, સરપંચ દશરથભાઇ અને વિક્રમભાઇ રબારી સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...