સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સગીરાના અપહરણના ગુન્હામાં નવ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો. જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી ભોગ બનનારી સગીરાને પણ શોધી કાઢી બન્નેનો કબ્જો ચોટીલા પો.સ્ટે.ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા માટે સતત પ્રયત્નશીલ હતા.
જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીસ વડે બાતમી હકીકત મેળવી ચોટીલા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નંબર-166/2013 ઇ.પી.કો. કલમ 363,366 વિગેરે મુજબ મુજબના ગુન્હાના કામે છેલ્લા નવ વર્ષથી ફરાર લિસ્ટેડ નાસતો ફરતો આરોપી મુન્નાભાઇ બાબુભાઇ કાળુભાઇ ગોરાસ્યા જાતે દેવીપુજક(ઉ.વ.31), મુળ રહે. રૂપાવટી, તા.વિછીયા, જી.રાજકોટ ( હાલ રહે.નાગલપર ગામ, તા.જી.બોટાદ )વાળાને ચોટીલા મંદિર પાસેથી પકડી પાડી.
આરોપીને વિશ્વાસમાં લઇ ગુના બાબતે ઉડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હામાં ફરાર નાસતો ફરતો આરોપી હોવાની કબૂલાત આપતા મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભોગ બનનારી સગીરાને પણ શોધી કાઢી બન્નેનો કબ્જો ચોટીલા પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.