આવેદન:ધો.10ના રિપીટર છાત્રોને પણ માસ પ્રમોશન આપો

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર એનએસયુઆઇએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ

રાજ્ય સરકારે કોરોનાને ધ્યાને લઇ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા કહ્યુ છે. ત્યારે ધો.10ના નિયમિત રિપીટર વિદ્યાર્થીઓને પણ તેમાં સમાવેશ કરવા એનએસયુઆઇએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ.

ગુજરાતમાં ધો.10ની બોર્ડની પરીક્ષા લેવી જોખમી સાબિત થાય તેવુ લાગતા સરકારે ધો.10ના વિદ્યાર્થીનોએ માસ પ્રમોશન આપવા કહ્યુ છે.જેમાં નિયમિત રિપીટરનો સમાવેશ ન કરાતા સુરેન્દ્રનગ જિલ્લા કલેક્ટર કચેરીએ એનએસયુઆઇના ધ્રુવરાજસિંહ ચુડાસમા અને સભ્યોએ શિક્ષણમંત્રીને સંબોધી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુંજબ ગુજરાતમાં 3,70,000 જેટલા રિપીટર વિધાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જે માંથી 70,000 જેટલા રિપીટર વિધાર્થી છે. જેમાં સુરેન્દ્રનગરમાં આવા 4000 જેટલા નિયમિત રિપીટર વિધાર્થીઓ છે.જેમના માતા પિતા આવા વિધાર્થીના ભવિષ્ય નું વિચારી મુંજાય રહ્યાં છે અને વિદ્યાર્થી પણ અવઢવમાં હોવાથી તેમને પણ માસપ્રમોશનનો લાભ આપવો જોઇએ. જેથી કરીને તેઓ આગળ અભ્યાસ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...