ફાળવણી:સંયુક્ત પાલિકાને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.3.90 કરોડની ફાળવણી

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા રિવરફ્રન્ટના કામ માટે રાજ્ય સરકારમાં માગ કરાઇ હતી. આથી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.3.90 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઈ છે. આથી આર્ટસ કોલેજથી બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટનું કામ હાથ ધરવામાં આવશે.

રાજ્યની 2 નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં કામો માટે કુલ 6.85 કરોડની ફાળવણીની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાને રિટેનિંગ વોલ અને માર્ગ નિર્માણ માટે રૂ.3.90 કરોડની ફાળવણી કરાઈ છે.

આ અંગે સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યએ જણાવ્યું શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને અનુમોદન આપીને રૂ. 3 કરોડ 90 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અ વર્ગની નગર પાલિકાને દર 2 વર્ષે એક વખત રૂ.5 કરોડ ફાળવાય છે.આમ મંજૂરીના પરિણામે હવે રૂ.8.90 કરોડના ખર્ચે આરસીસી રિટેનિંગ વોલ તેમજ એમ.પી.શાહ કોલેજથી એસ.ટી સ્ટેન્ડ સુધીના માર્ગ નિર્માણના કામો આ નગરપાલિકા હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...